________________
અકબર બાદશાહની સભામાં સત્કાર પ્રાપ્ત કરનાર આચાર્ય હી વિજયસરિ અને તેમની પાટે વિજયસેનસૂરિ થયા. (૩-૬) શ્રી વિજયસેનસૂરિની ગાદીએ રાજસાગરસૂરિ થયા કે જેઓ સાગરગચ્છના નાયક-ચલાવનાર હતા. (૭-૮) તેમની પાટે વૃદ્ધિસાગરૂર થયા. (૯) અને તેમની પાટે લક્ષ્મીસાગરસૂરિ થયા. (૧૦-૧૧) લમસાગરસૂરિની પાટે કલ્યાણસાગરસરિ થયા. (૧૨) અને તેમની પાટ પુણ્યસાગરસૂરિ (૧૩) એ પુસાગરસૂરિના ઉપદેશથી આ સુંદર મંદિર તૈયાર કરવામાં આવ્યું છે અને માઘ માસના શુકલ પક્ષની તૃતીયા અને શુક્રવારના દિવસે તેની પ્રતિષ્ઠા કરવામાં આવી. (૧૪-૧૫)
આ પછી આ મંદિર બનાવનાર, પ્રતિષ્ઠા કરાવનાર ગૃહસ્થના વંશનું વર્ણન છે, તે આ પ્રમાણે–
પૂર્વે શ્રીમાલવંશમાં, જૈનધર્મમાં પૂર્ણ શ્રદ્ધાવાન એ સૂરા નામે પ્રસિદ્ધ પુરુષ થયા. (૧૬) તેના વંશને વિસ્તારનાર એ ક્ષેમા નામે તેને પુત્ર હતા. (૧૭) તેના કુળમાં મુકુટ સમાન એવો જયતા નામે પુત્ર થયે, જેણે રાજસાગરસૂરિ પાસેથી ધમધ ગ્રહણ કર્યો હતે. (૧૮) તેને પુત્ર અભયચંદ્ર થયો અને તેને ૧ જૂઠા, ૨ કપૂર, ૩ જસરાજ અને ૪ મેઘજી એમ ચાર પુત્રરત્ન થયા. (૧૯) તેમાં જુઠાના પુત્ર જીવને પિતાના પાજિત દ્રશ્ય વડે ૪૨ જિનપ્રતિમાઓ કરાવી હતી, (૨૦) બીજા ભાઈ કપૂરને સિયવંત નામે પુત્ર હતા અને તેણે પણ કર પ્રતિમાઓ બનાવરાવી હતી. (૨૧-૨૨) ત્રીજા ભાઈ જસરાજને દેવજી નામે પુત્ર હતો અને તેને પુત્ર મૂળજી હતો. એ મૂળજીએ પણ દેવ અને ગુરુની ૨૨ ચરણપાદુકાએ કરાવી હતી. તથા કેટલીક જિનમૂર્તિઓ પણ ભરાવી હતી. (૨૩-૨૬) ચેથા ભાઈ જે મેઘજી હતો. તેને મેતીચંદ, દાનસિંહ અને ધર્મરાજ એમ ત્રણ પુત્રો હતા, એ ત્રણે ભાઈઓએ મળીને ૧૮ જિનપ્રતિમાઓ કરાવી હતી. (૨૭–૩૧) તેમણે પછી ઘણા આડંબરપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો અને તેમાં સવળા દેશના માણસને આદરપૂર્વક આમંત્ર આપીને બોલાવ્યા હતા. તેમને
"Aho Shrut Gyanam"
[ ૧૦