________________
પરિશિષ્ટ-૧ [ રાધનપુરના ઉલ્લેખવાળી કેટલીક રચનાઓ ]
સં. ૧૮૪૮ના માગસર વદિ પાંચમે રાધનપુર બેંયરા શેરીમાં થયેલ
શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠાના સમયનું સ્તવન સં- સ્વ. શાંતમૂર્તિ પૂજ્ય મુનિરાજ શ્રી. યંતવિજયજી
(જગજીવન જગવાહ-એ દેશી) વીર જિર્ણોદ મુઝ મન વસ્યા, ત્રિસલા ભાત મલાર લાલ રે; રાય સિદ્ધાર્થ કુલતિલ, જસદા ભરતાર લાલ રે. વીર. ૧ દુકર તપ અતિ આદ, લીધું કેવળજ્ઞાન લાલ રે; સમવસરણમાં શોભતા, ભાખે અંગ અગિયાર લાલ રે. વીર. ૨ રાધનપુર વર મંડન, વીર જિર્ણદ આતધર લાલ રે; ચરણ અંગુઠે ચલાવીયે, કનકાચલ ગિરીંદ લાલ રે. વીર. ૩ મસાલીયા મુખ્ય શોભતા, બાંધવ ચાર ઉદાર લાલ રે; જીવણ જાત સેલી ભલા, દેવગેવીદ હેમરાજ લાલ રે. વીર. ૪ વીર જિર્ણોદ પધરાવીયા, સેરી ભૂયરા ખાસ લાલ રે; સંઘચતુર્વિધ નોતર્યો, પહેલી મનની આસ લાલ રે. વીર. ૫ દાને માને આગલા, શિતળ જાસ સભાવ લાલ રે; સાહ ગોવિંદજીએ કહ્યો, લાછી લાભ ભલે ભાવ લાલ રે. વીર. ૬ વરઘોડા કીધા ભલા, આઘ અંત શુભ રીત લાલ રે; શાસન સેફ ચઢાવીયે, રાતી જમા રગ રીત લાલ રે. વીર. ૭ અઢારસે અડતાલમાં, માગસર વદ બુધ પાસ લાલ રે; દિન પંચમી પધરાવીયા, વીર જિણુંદ સુખવાસ લાલ રે. વીર. ૮
[ ૨૨૫
"Aho Shrut Gyanam"