________________
સલામ સરવે.........માર નહીં બૅતલમલ સેવા નહીં–––સુવર છે, ચાંદા–સુરજની સાખે લખ્યું છે, બાબીવંશમાં બેસમાલ હરામ છે, સં. ૧૮૭૩. વિ૦ સુત્ર ૩.”
કંપાઉન્ડમાં એક બાજુ ફૂલવાડી છે. એક તરફ ગોખલામાં પન્યાસ, રૂપવિજયજીના શિષ્યમુનિ શ્રીઉદ્દદ્યોતવિજયજીનાં પગલાં સં. ૧૯૦૭ માં પ્રતિષ્ઠિત કરેલ છે. તેને પણ માણસ માનતા હતા.
નવ પગથિયાં ચઢીને દેરાસરના ચોકમાં જવાય છે. એકમાં પ્રવેશતાં જ વિજયવીરસરની એક મૂર્તિ એક ગોખમાં છે.
મૂળ ગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભવની પ્રતિમા બિરાજમાન છે. મંદિરમાં નાની–મોટી મળીને ૩૨ મૂતિઓ તથા ગૌતમસ્વામીની એક આરસમૂર્તિ છે, ધાતુની નાની-એટી ૨૬ પ્રતિમાઓ છે, ગભારામાં પગલાં જેડી ૨ છે, એક શ્રી આનંદ વિમલનાં છે, અને બીજા પગલાં કેના છે તે જાણી શકાયું નથી,
ભમતમાં ૩૭ ગોખલા છે. તેની વિગત આ પ્રમાણે છેગોખલા નં. ૨ માં શાસનદેવીની મૂર્તિ છે. ગોખલા નં. ૧ માં આરસના નવપદજી છે. ગોખલા નં. ૧ માં શ્રી ગૌત્તમસ્વામી છે. ગેખલા નં. ૩ માં પહેલા ગોખમાં વશ વિહરમાન છે, બીજા ગોખમાં
વીશ ભગવાનનાં પગલાં છે, ત્રીજા ગોખમાં
પગલાં જેડી છે, તેમાં સં. ૧૮૪૮ને લેખ છે. બાકીના ૩૦ ગોખલાઓમાં ૩૨ જિનપ્રતિમાઓ છે.
આ દેરાસર બંધાવવામાં અને તેની પ્રતિષ્ઠા કરવામાં મહાલિયા સુરા શેઠ અથવા તેમના કુટુંબીઓએ અગ્રગણ્ય ભાગ લીધો હતો, કેટલીક મૂર્તિઓ તેમજ પગલજોડી તેમના કુટુંબીઓ તરફથી.
[ ૧૧
"Aho Shrut Gyanam"