________________
થી ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભવની પ્રતિમા વિરાજમાન છે. પ્રતિમા પરિકરયુક્ત છે. મૂળનાયકને ઉત્થાપન કર્યા વિના જ જીર્ણોદ્ધાર કર્યો છે.
મંદિરમાં મૂળનાયક સહિત આરસની ૨૫ પ્રતિમાઓ છે. ધાતુની પ્રતિમાઓ ૧૯ છે. એક એલમૂર્તિ છે. ૭. શ્રી સંભવનાથ ભટનું દેરાસર
આ મંદિર ધોબિયા શેરીમાં આવેલું છે. છેલ્લારી કેશરીચંદ મગનલાલનાં ધર્મપત્નીએ ધાબાબંધી નવું દેરાસર બંધાવ્યું છે. મૂળનાયકની પ્રતિમા પાંજરાપોળની શેરીના શ્રી આદીશ્વરના મંદિરમાંથી લાવીને સ્થાપના કરેલી છે. સં. ૧૯૫૫ ના મહા સુદિ ૧૩ ના રોજ પ્રતિષ્ઠા કરાવી છે મંદિરમાં ભમતી છે. તેમાં ૨૨ તેરીઓમાં ૨૨ પ્રતિભાઓ છે. સભામંડપમાં ૪ અને ગોખલામાં ૧૧ પ્રતિમા છે. દેરાસરનું મુખ પૂર્વ દિશામાં છે. મહા સુદિ ૧૩ ના દિવસે ધ્વજા ચડાવવામાં આવે છે. મંદિરના મૂળ ગભારામાં આરસની ૭ અને ધાતુની ૯ પ્રતિમાઓ છે. મૂળ નાટ ઉપર સં૦ ૧૬૮૨ ને લેખ છે.
૮. શ્રી શાંતિનાથ ભcતું નાનું દેરાસર
આ ઘૂમટબંધી મંદિર ખજુરીની શેરીમાં આવેલું છે. સામે જાળી છે તેમાં પ્રતિમાજી છે. તે ઘર દેરાસર (ભાણુ ખુશાલનું) હતું, તે જગાએ સં. ૧૯૩૧ ના વૈશાખ સુદ ૧૦ ને ગુરુવારના રોજ વિજયગછના શા. હીરાચંદ કલ્યાણજીએ સ્વોપાર્જિત દ્રવ્યથી નવું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી છે. તે જ દિવસે કુંભસ્થાપના કરી હતી અને પ્રતિ વર્ષ મહા સુદ ૨ ના દિવસે વર્ષગાંઠ ઉજવવામાં આવે છે. દેરાસરનું મુખ પશ્ચિમ દિશામાં છે. મેડા ઉપર શિખરમાં પણ પ્રતિમા છે. આ મંદિરમાં આરસની ૨૨ અને ધાતુની ૧૦ પ્રતિમાઓ છે. તેના મંદિરને વહીવટ વિજયગર છવાળા કરે છે.
"Aho Shrut Gyanam"