________________
રાધનપુરની વર્તમાન સ્થિતિ રાધનપુર રળિયામણું રે લોલ,
જિનહર છી સુખકંદ રે; પ્રતિમા તિહાં કણિ ચારશી રે લોલ,
વંઘા તિહાં જિનદ રે.” રળિયામણું રાધનપુર ક્યાં આવ્યું? એની રમણીયતા શાને આભારી છે? એ કેટલું પ્રાચીન છે? એ સંબંધી ઈતિહાસ ટૂંકમાં આલેખવાને અહીં પ્રયત્ન છે. ખાસ કરીને જેનો વિશે અહીં માહિતી આપીશું.
ગુજરાતના ઉત્તર સીમાડે આવેલું રાધનપુર ૨૪૦-૪૯૦ ઉત્તરઅક્ષાંશ અને ૭૧૦-૩૪૦ પૂર્વ રેખાંશ, એની વચ્ચે બનાસ નદીની ઉત્તર દિશામાં પાંચ માઈલ દૂર આવેલું છે. રાધનપુરની ઉત્તરે થરાદ અને વાવ તાલુકાઓ છે, દક્ષિણમાં ધ્રાંગધ્રા અને ઝીંઝુવાડાના તાલુકાઓ છે. પૂર્વમાં પાટણ અને પશ્ચિમમાં સાંતલપુર તાલુકે તેમજ કચ્છનું નાનું રણ છે. રાધનપુર રાજયનું ક્ષેત્રફળ ૧૧૫૦ માઈલનું છે.
રાધનપુર પહેલાં બલોચ મુસલમાનોના હાથમાં હતું. તે પછી પ્રખ્યાત બાબીવંશમાંથી ઉતરી આવેલા નવાબ અહીં રાજ્ય કરતા હતા. ભારતને સ્વરાજ્ય મળ્યા પછી તે મુંબઈ રાજ્યની અંતર્ગત ગણવામાં આવ્યું અને મુંબઈ રાજ્યના વિભાજન પછી આ પ્રદેશ ગૂજરાત રાજ્યમાં ગણાય છે.
રાધનપુર ખાસ કરીને જૈન દેરાસરો, જેનેનાં ધાર્મિક સ્થાનો અને જેની વિશેષ વસ્તીના કારણે મને હર લાગે છે.
અહીં કુલ ૨૫ જેટલાં જૈન મંદિર છે, તેની વિગત નીચે
"Aho Shrut Gyanam"
[ ૩