________________
ભાપરાયણ શિષ્ય મુનિરાજ શ્રી વિશાળવિજયજી મહારાજ, જેઓ
આ સંસ્થાના એક પ્રાણસમા સહાયક છે, તેમણે રાધનપુરની ૨૬ જિનાલયોમાંથી લીધેલા લગભગ ૫૦૦ જેટલા પ્રતિમાલેખેને સંગ્રહ
શ્રી રાધનપુર પ્રતિમાલેખસંદેહ” નામે આજે પ્રકાશિત થાય છે. મહારાજશ્રીએ આ ગ્રંથની સામગ્રી અમને સેપી તેનું સંપાદન કરી આપ્યું છે તે બદલ અમે તેમના આભારી છીએ, અને આ પુસ્તક જનતાના હાથમાં મૂક્તાં અમે આનંદ અનુભવીએ છીએ.
જે કે આવા લેખસંગ્રહનું પ્રકાશન આર્થિક દૃષ્ટિએ ઍધું હેય છે અને તેને ઉપાડ પણ જોઈએ તે થતું નથી, પરંતુ પૂજય મુ. શ્રી વિશાળવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી રાધનપુરનિવાસી શેઠ માણેકલાલ વખારિયાએ આ ગ્રંથને પ્રકાશિત કરાવવાનું કામ માથે લીધું અને તેમણે રાધનપુરના સદગૃહસ્થ પાસેથી રકમ એકઠી કરીને આ ગ્રંથ પ્રકાશિત કરવામાં અમને પૂરેપૂરી સહાય આપી છે, તે બદલ અમે તેમનો અને સહાયકો, જેમની યાદી આ સાથે આપીએ છીએ તે સૌને આભાર માનીએ છીએ.
પૂજય મુનિરાજ શ્રી વિશાવિજયજી મહારાજે તેમના ગુરુની જેમ સાહિત્યને શેખ કેળવ્યો છે એ તેમનાં પુસ્તકે ઉપરથી જાણી શકાય છે. આજ સુધીમાં તેમણે જૈન તીર્થોની માહિતી આપતી સાતેક પુસ્તિકાઓ લખીને અમને સંપી, તે અમે આ સંસ્થા તરફથી પ્રગટ કરી છે. એ પુસ્તિકાઓએ જનતાને સારે ચાહ મેળવ્યું છે. તેથી એ જ દિશામાં બીજી પુસ્તિકાઓ તેઓ તૈયાર કરી રહ્યા છે, જે આ ગ્રંથમાળા મારફત પ્રકાશિત થતી રહેશે. મુંડસ્થલ મહાતીર્થ અને ભીલડિયા તીર્થની પુસ્તિકાઓ છપાઈ રહી છે તે પણ થોડા સમયમાં પ્રગટ થશે. આમ પિતાની સાહિત્યપ્રવૃત્તિના ફળરૂપે આ પ્રતિમાલેખેને સંગ્રહ પ્રગટ કરવાની અમને તક આપી છે તે માટે અમે તેમને હાર્દિક આભાર માનીએ છીએ, અને તેઓ ઉત્તરોત્તર વધુ સાહિત્ય આપતા રહે એવી આશા રાખીએ છીએ.
—પ્રકાશક
"Aho Shrut Gyanam"