________________
[ ૨૦] ધર્મની ભૂખ
ધર્મની ભૂખ હોય ત્યાં ધર્મશાળાને પ્રશ્ન ગણ રહે છે. એવી વ્યક્તિ પિતાની તે ભૂખને તૃપ્ત કરવા પાછળ જ પ્રયત્નશીલ રહે છે. તે સમજે છે કે, ગમે તે શાળામાં ભૂખને સંતોષી શકાય છે, પછી, શાળાની બડાઈ મારવાને અર્થ શું? પશુ માણસને જ્યારે બીજી બાબતની જેમ એ બાબતને અહંકાર વળગે છે, ત્યારે ધર્મશાળાને ઉદ્દેશ જે ધર્મસેવનને છે તેને તે ભલી જાય છે, અગર ભૂલાડી દે છે, અને ધર્મને પૂજક મટી ધર્મશાળાનો પૂજક બની રહે છે. સંપ્રદાય બધા પાડોશી છે, અને પાડોશી-ધર્મ જે સમજાય તો તે બધા વચ્ચે કેવો સરસ મેળ બંધાય. પોતાની શાળાની કઈ વિશેષતા હેય, અગર સગવડ વધુ હોય તો જરૂર પિતાના પાડોશીને તે જણાવવી જોઈએ, પણ તે નમ્રપણે અને વત્સલ ભાવે. એટલું જ નહિ, તેને લાભ લેવાનું દિશાસૂચન પણ પ્રેમાળ ભાવે જરૂર કરવું જોઈએ. ચાહે કેઈ ધર્મશાળા કોઈ વિશેષતાને અંગે મેટી ગવાતી હેય, પણ એના મુસાફિરને “ખ”જ ન હોય, અગર તે ભખને સંતોષવામાં એ સાવધ ન હોય, તો કોઈ મહાશાળાના નિવાસી તરીકેની અથવા કેઈ મહાશાળાના ઝડાધારી તરીકેની છાપ વડે તેને દહાડે નહિ વળવાને; જ્યારે ન્હાની શાળાને ઉતારુ પણ પોતાની “ભૂખને બરાબર સંતેષતા હશે, તે પિતાના જીવનનું પિષણ જરૂર મેળવશે અને કલ્યાણ સાધશે,
-ન્યાયવિજય
ધર્મ ન ઓળખ્યો હોય તેસ્વર્ગ-નરકાદિ પરલોક માનવા જેટલી બુદ્ધિ તૈયાર ન હોય તે સ્થિતિમાં પણ ધર્મની આવશ્યકતા અને ઉપગિતા અબાધિત રહે છે. કારણ એ છે કે, એ ખરેખર જ પ્રત્યક્ષ પરિણામકારક વસ્તુ છે. જેમ જલ, ખેરાક આદિત દેહપ્રદેશમાં સ્પષ્ટ પરિણામ છે, તેમ ધર્મચર્યાનું મને ભૂમિ પર સ્પષ્ટ પરિણામ છે. મનની વિકૃત દશાનું સંશોધન અથવા સત્ય, સંયમ, અનુકમ્મા આદિ ભવ્ય ગુણેથી જીવનનું સંકરણ એ જ તત્વતઃ ધર્મ વસ્તુ છે. એ જીવનની સાભાવિક વસ્તુ છે, એ જીવનની સાચી સ્થિતિ છે. એ કંઈ સ્વર્ગ-નરકાદિ વિષયેની દાર્શનિક ફિલસુફી પર અવલંબિત નથી. સુખની ચાવી જીવનની એ સાચી સ્થિતિમાંથી જ મળે. એ વગર સુખને શોધવાના સઘળા પ્રયત્ન વ્યર્થ જાય, દુઃખમાં જ પરિણમે,
-ન્યાયવિજય
Ahol Shrutgyanam