________________
૧૧૭
પણ રસ્તા બંધ થઈ ગયો છે એવા ભીષણ જંગલના રસ્તે મહાવીર જાણી જોઈને પસાર થાય છે, અને તે એક જ ઉદ્દેશથી કે એ બીહામણા સપનું ભલું કરવું. તેના અજ્ઞાન અને ક્રોધાન્ય જીવન પર એ કાણિકને દયા આવે છે અને એ અજ્ઞાની પ્રાણીના ત્રાસનું સ્વાગત કરતે એ મહાત્મા એની સન્મુખ ઉપસ્થિત થાય છે. ભુજંગની ઉગ્ર જવાલા મહાત્મા પર પડે છે અને મહાત્માને શાન્તિ-નાદ ભુજંગ પર પડે છે. આખરે મહાત્માની જીત થાય છે. મહાત્માના શાન્ત-રસના પ્રવાહમાં ભુજંગને કીધર્મળ દેવાય છે. મહાત્માને મહાન આત્મનાદ તેના આન્તર જીવનને સ્પર્શ કરે છે. ભુજંગનું રુગ્ણ માનસ સ્વસ્થ બને છે.
શાન્તિથી શક્તિ અને પ્રેમથી પ્રેમ! વિશુદ્ધ પ્રેમના બલથી વિરીનું વેર દેવાઈ જાય છે અને વરીને મિત્ર બનાવી શકાય છે. અહિંસાને આ મહાન સિદ્ધાન્ત મહાવીરના જીવનમાં છલછલ ભર્યો છે. સંગમ નામના કેઈ દેવ મહાવીરના ઉપર નિષ્ફર મારો ચલાવી રહ્યો છે, છતાં તેની ઉપર મહાવીરને ગુસ્સો આવતે નથી ઊલટું, એ અજ્ઞાનીને માટે એ મહાત્માના હૃદયમાં દયા છૂટે છે. પિતાની પર પડતા મારોને તે એ મહાત્મા ગણકારતું નથી, પણ જે અજ્ઞાનમાંથી એ દુર્જન-ચેષ્ટા વરસી રહી છે તેને માટે એ મહાત્માનું હૃદય દયાર્દ બને છે. “એ બીચારાનું શું થશે?” ની દયાભરી લાગણ મહાવીરની આંખોમાં પાછું લાવે છે. હદ થઈ જાય છે શમવૃત્તિની ! સમતાની પરાકાષ્ઠા !
ગીતા” નો વનિ છે. “રિત્રાના સાધુનાં વિસ્તાર જ દુકાનૂ! ધર્મલથાપનાણા xxx.” પણ મહાવીરના આત્મનાદમાં
નાઝાર સુદૂતા;ને બદલે કા કા (પાપીઓને નાશ કરવા માટે નહિ, પણ તેમનો પણ ઉદ્ધાર કરવા માટે) સંભળાય છે. કેટલે ઊંચે આદર્શ ! કેટલું ઊંચું જીવન! કેટલે સમભાવ ! વિશ્વબધુ જીવન અહીં પરાકાષ્ઠાએ પહોંચે છે.
જગને જે પવિત્ર જ્ઞાન એ મહર્ષિએ આપ્યું છે, આધ્યાત્મિક તને જે પ્રકાશ એ મહાન પ્રભુએ પ્રા આગળ ધર્યો છે એને
ખ્યાલ વર્તમાન આચારાંગ, સૂત્રકૃતાંગ, ભગવતી અને ઉત્તરાધ્યયન વગેરે આગમનું અવલોકન કરતાં સુજ્ઞ વાચકને આવી શકે છે, અને આ અપકૃતિ પણ એ જ આશયથી વાચકવર્ગની આગળ ઉપસ્થિત કરું છું.
-ન્યાયવિજય
Ahol Shrutgyanam