________________
પવિત્ર કલ્પસૂત્ર
ર
હાથમાં કમલનું ફૂલ છે, તથા નીચેના બંને હાથ વરદમુદ્રાએ છે. દેવીની નીચે પ્રસંગ ખીજામાં ને હાંસિયાની મધ્યમાં સૌધર્મેન્દ્ર હસ્તિસ્કંધ પર બેસીને હાથમાં કલા પકડીને પ્રભુ સન્મુખ જતા હાય એમ દેખાય છે. ત્રીજા પ્રસંગમાં તપાવેલા સુવર્ણ જેવા વર્ણવાળી ચાર હાથવાળી દેવીનું ચિત્ર છે. દેવીના ઉપરના જમણા હાથમાં ચક્ર અને ડાબા હાથમાં જ છે, તથા નીચેના બંને હાથ વરદ મુદ્રાએ છે.
પાનાની ઉપર અને નીચે તથા બંને ખાજીના હાંસિયાના પ્રસંગો ચિત્રપ્રસંગને અનુલક્ષીને રજૂ કરવામાં નથી આવ્યા, પરંતુ આ પ્રતના દરેકે દરેક પાનામાં આવી જ રીતે જુદાંજુદાં સુશોભના ચીતરીને આ સંપૂર્ણ પ્રતને શણગારવામાં આવી છે. આવાં સુંદર સુશાભનાવાળી બીજી હસ્તપ્રતે ભારતભરના જૈનભંડારામાં બહુ જ પરિમિત સંખ્યામાં છે. આ આખી યે પ્રત સેાનાની શાહીથી લખેલી છે.
Plate II
ચિત્ર ૨ઃ જૈન સાધ્વીએ. પાટણના સું. પા ભંડારની તાડપત્રની ૨૩૪ પાનાંની કલ્પસૂત્ર અને કાલકકથાની વિ.સં. ૧૩૩૫ (ઈ.સ. ૧૨૭૮)ની પ્રતમાંથી બે ચિત્રા અત્રે ચિત્ર ૨-૩ તરીકે રજૂ કરવામાં આવ્યાં છે. હવે પછીનાં ચિત્રો ૪-૧૧ની માફક આ ચિત્રા પણ પ્રથમ ‘કાલકકથા’ નામના ઇંગ્લિશ પુસ્તકમાં પ્રસિદ્ધ થએલાં છે.
મિ. બ્રાઉન આ ચિત્રને બે સાધુના ચિત્ર તરીકે ઓળખાવતાં જણાવે છે કેર ‘ચંદ રવાની નીચે એ શ્વેતાંબર સાધુએ ઉપદેશ આપતા બેઠેલા છે. દરેકના ડાબા હાથમાં મુખવઅ કા-મુહપત્તિ (ચંક ન ઊડે તે માટે મુખની આગળ રાખવામાં આવતું વસ્ત્ર) અને જમણુા હાથમાં ફૂલ છે. જેમ જમણા ખભે હમેશાં (ચિત્ર ૫ ની માફક) ખુલ્લે-ઉઘાડા રાખવામાં આવે છે તેને બદલે સારૂં યે શરીર વસ્ત્રથી આચ્છાદિત થએલું છે.
વાસ્તવિકરીતે મિ. બ્રાઉન જણાવે છે તેમ આ ચિત્ર એ સાધુઓનું નહિ પણ સાધ્વીઓનું છે અને તેથી જ બંનેનું આખું શરીર વજ્રથી આચ્છાદિત થએલું ચિત્રકારે બતાવ્યું છે. તેઓ જે ચિત્રનં. ૫ ને પુરાવે આપે છે તે ચિત્ર તે સાધુઓનું છે. પ્રાચીન ગુજરાતી ચિત્રકારાએ હમેશાં જૈન સાધુઓનાં ચિત્રામાં એક ખભે ખુલ્લા અને સાધ્વીઓનાં ચિત્રોમાં સારૂં યે શરીર વજ્રથી આચ્છાદિત રાખવાના નિયમ પરંપરાએ સાચવ્યેા છે. શ્રીજું મિ. બ્રાઉન જણાવે છે કે બંનેના જમણા હાથમાં ફૂલ છે” તે તેની માન્યતા તા જૈન સાધુ-સાધ્વીએના રીતરિવાજોની અજ્ઞાનતાને આભારી છે, કારણકે ત્યાગી એવાં જૈન સાધુ-સાધ્વીઆને સચિત દ્રવ્યને ભૂલથી અજાણ્યે પણ અડકી જવાય તે તેને માટે નિશીય જૂનિ’સાધુસમાજ્ઞારી’ વગેરે પ્રાયશ્ચિત્તગ્રન્થામાં પ્રાયશ્ચિત્ત ભુતાવેલાં છે. જ્યારે ભૂલથી પણ ચિત દ્રવ્ય વસ્તુને અડકી જવાય તે પ્રાયશ્ચિત્ત આવે તે પછી વ્યાખ્યાન—ઉપદેશ દેવાના સમયે હાથમાં ફૂલ રાખવાનું સંભવી જ કેમ શકે? બીજું ખરી રીતે
૧ આ‘The story of Kalak' pp. 120 and opp. Fig. 7, 8 on plate up. 3
-Beneath a canopy sit two Svetambar monks preaching. Each bas in his left hand the mouth cloth and in his right hand a flower. The robes cover the body fully, instead of leaving the right shoulder bare as usually done (of lig. 5.}.' --*The stor at Kalak.' pp. 120
"Aho Shrut Gyanam"