SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ જાય ત્યારે અહીં-થયું, સર્યું બસ એમ તેણે કહેવું જોઈએ. પછી દૂધ વગેરેને આપનારે તેને કહે કે હે ભગવંત ! “હઉં-બસ” એમ કેમ કર્યો છે.? પછી લેનારે ભિક્ષુ કહે કે માંદાને માટે આટલાનું પ્રયોજન છે. એમ કહેતા ભિક્ષુને દૂધ વગેરેને આપનારે ગૃહસ્થ કદાચ કહે કે છે આર્ય ! તું લઈ જા. પછી તું ખાજે અથવા પી જે. એ રીતે વાતચીત થઈ હોય તે તેને વધારે લેવું ખપે. તે લેવા જનારને માંદાની નિશાથી એટલે માંદાને બાને વધારે લેવું ને ખપે. ૨૩૯ વષવાસ રહેલા સ્થવિરોએ તથા પ્રકારનાં કુલ કરેલાં હોય છે; જે કલે પ્રીતિપાત્ર હોય છે, સ્થિરતાવાળાં હોય છે, વિશ્વાસપાત્ર હોય છે, સમ્મત હોય છે, બહમત હોય છે અને અનુમતિવાળા હોય છે, તે કુલમાં જઈને જોઈતી વસ્તુ નહીં જઈને તેમને એમ બેલવું ને ખપે હે આયુમંત ! આ અથવા આ તારે ત્યાં છે ? પ્ર-હે ભગવંત! “તેમને એમ બોલવું ન ખપે એમ શા માટે કહો છો? ઉ૦ –એમ કહેવાથી શ્રદ્ધાવાળે ગૃહસ્થ તે વસ્તુને નવી ગ્રહણ કરે--ખરીદે અથવા એ વસ્તુને ચેરી પણ લાવે. ૨૪૦ વષવાસ રહેલા નિત્યભાજી ભિક્ષુને ગોચરીના સમયે આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થનાં કુલ તક એકવાર નીકળવું ખપે અથવા તે તરફ એકવાર પેસવું ખપે, પણ સરત એ કે, જે આચાર્યની સેવાનું કારણ ન હોય, ઉપાધ્યાયની સેવાનું કારણ ન હોય, તપસ્વીની કે માંદાની સેવાનું કારણ ન હોય અને જેમને દાઢીમૂછ કે બગલના વાળ નથી આવ્યા એ નાનો ભિક્ષુ કે શિક્ષણ ન હોય અથત આચાર્ય વગેરેની સેવાનું કારણ હોય તો એકથી પણ વધારે વાર ભિક્ષા માટે જવું ખપે અને ઉપર કહ્યો તે ભિક્ષુ ના હોય કે ભિક્ષુણી નાની હોય તો પણ એકથી વધારે વાર ભિક્ષા માટે નીકળવું ખપે. ૨૪૧ વર્ષો વાસ રહેલા ચતુર્થભત કરનાર ભિક્ષુને સારુ આ આટલી વિશેષતા છે કે તે ઉપવાસ પછીની સવારે ગોચરી સારુ નીકળીને પ્રથમ જ વિકટક એટલે નિર્દોષ ભેજન જમીને અને નિર્દોષ પાનક પીને પછી પાત્રને ચોકખું કરીને પેસ્ટ કરીને ચલવી શકે તે તેણે તેટલા જ ભજનપાન વડે તે દિવસે ચલાવી લેવું ઘટે અને તે, તે રીતે ન ચલાવી શકે તો તેને ગૃહપતિના કુલ તરફ આહાર માટે કે પાર્થ માટે બીજી વાર પણ નીકળવું ખપે અથવા તે તરફ બીજી વાર પણ પેસવું ખપે. ૨૪૨ વર્ષોવાસ રહેલા છભક્ત કરનારા ભિક્ષુને ગોચરીના સમયે આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થના કુલ તરફ બે વાર નીકળવું ખપે અથવા તે તરફ બે વાર પેસવું ખપે. "Aho Shrut Gyanam"
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy