________________
મંત્રીઓ, મહામંત્રીઓ, ગણકે, દ્વારપાળે, અમા, ચેટે, પીઠમકે-મિત્ર જેવા રોકે, કર ભરનારા નગરના લોકે, વેલ્ડારિઆ લે-વાણિયાઓ, શ્રીદેવીના છાપવાળા સોનાને પદો માથા ઉપર પહેરનાર શેઠ લોકો, મોટા મોટા સાર્થવાહ લેકે, દૂતો અને સંધિ પાળાથી વીંટાયેલે જાણે કે ધોળા મહામેઘમાંથી ચંદ્ર નીકળ્યો હોય તેમ તથા ગ્રહ, દીપતાં નક્ષત્ર અને તારાઓ વચ્ચે જેમ ચદ્ર દસ લાગે તેમ તે તમામ લોકોની વચ્ચે દીસતે લાગતો, ચંદ્રની પેઠે ગમી જાય એવા દેખાવડે તે રાજા સ્નાનઘરમાંથી બહાર નીકળે.
- ૬૩ સ્નાનઘરમાંથી બહાર નીકળીને જ્યાં બહારની બેઠક છે ત્યાં તે આબે, ત્યાં આવીને સિવાસણ ઉપર પૂર્વદિશામાં મુખ રહે એ રીતે બેઠે, બેસીને પિતાથી ઉત્તરપૂર્વના દિશાભાગમાં એટલે ઈશાન ખૂણામાં તેણે ધોળી કપડાંથી ઢંકાયેલાં તથા જેમની ઉપર સરસવ વેરીને માંગલિક ઉપચાર કરવામાં આવેલ છે એવા આઠ ભદ્રાસને મંડાવ્યાં, એમ આઠ ભદ્રાસને મંડાવીને પછી વળી, પિતાથી બહુ દૂર તેમ બહુ નજિક નહીં એમ વિવિધ મણિ અને ર થી ભરેલે ભારે દેખાવડે મહામૂલે, ઉત્તમનગરમાં બનેલ અથવા ઉત્તમ વીંટણમાંથી બહાર નીકળેલો, પારદર્શક-આરપાર દેખાચ એવા આછા કપડામાંથી નીપજાવેલ, સેંકડે ભાતવાળે, વિવિધ ચિત્રવાળે એટલે વૃક બળદ છેડે પુરુષ મગર પક્ષી સાપ કિનર વિશેષ પ્રકારને મૃગ અષ્ટાપદ ચમરી ગાય હાથી વનલતા અને કમળવેલ વગેરેની ભાતવાળ ચિત્રવાળા એ બેઠકની અંદર એક પડદે તણાવે છે, એ પડદો તણાવને પડદાની અંદર વિવિધ મણિ અને રેરથી જડેલું ભાતવાળું અદ્દભુત, તકિય અને સુંવાળી કેમળ ગાદીવાળું, ઘેળાં કપડાંથી ઢાંકેલું ઘણું કમળ શિરીરને સુખકારી સ્પર્શવાળું ઉત્તમ પ્રકારનું એક ભદ્રાસન ત્રિશલા ક્ષત્રિયાણીને બેસવા માટે મંડાવે છે.
૬૪ એવું ભદ્રાસન મંડાવીને તે સિદ્ધાર્થ ક્ષત્રિય કૌટુંબિક પુરુષને બતાવે છે, કૌટુંબિક પુરુષોને બોલાવીને તે આ પ્રમાણે છેઃ હે દેવાનુપ્રિયે! તમે તરત જ જાએ અને જેઓ અષ્ટાંગમહાનિમિત્તનાં શાસ્ત્રોના અર્થના પારગામી છે, વિવિધ શાસ્ત્રોમાં કુશળ છે તેવા સ્વપ્રલક્ષણપાઠકને એટલે સ્વનું ફળ કહી શકે તેવા પંડિતોને બોલાવી લાવે.
૬૫ ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપર કહ્યો એ પ્રમાણેને હુકમ ફરમાવેલ છે એવા તે કોટુંબિક પુરુષ રાજી થયા અને તેમનું હૃદય પ્રકૃદ્વિલત થયું તથા તેઓ બે હાથ જોડીને રાજાની આજ્ઞાને વિનયનું વચન બોલીને સ્વીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને સ્વીકારીને તેઓ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી નીકળ્યા, નીકળીને તેઓ કુંડગ્રામ નગરની વચ્ચે વચ્ચે થતા જ્યાં સ્વસલક્ષણપાઠકોનાં ઘરે છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ સ્વલક્ષણપાઠકને બોલાવે છે.
૬૬ ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિયના કૌટુંબિક પુરુષોએ બોલાવેલા તે સ્વલક્ષણપાઠકે હર્ષવાળા થયા, તોષવાળા થયા અને યાવતું રાજી રાજી થવાથી તેમનું હૃદય વેગવાળું
"Aho Shrut Gyanam"