________________
૪૮
પવિત્ર કલ્પસૂત્ર બાજુ પદ્યમાં છે, અને આ પ્રત લખાવનાર તથા ચીતરનાર ચિત્રકારનું નામ પાના ૧૨૧ની પાછળની બાજુ ચાર લીટીમાં ગદ્યમાં છે, જે આ પ્રમાણે છેઃ
"श्री हौंबह ज्ञातीय सं० झांझण सं० वर्द्धमान सं० वीरपाल गुणराज एतेः श्री तपापक्षे श्री विजयतिलकसूरींद्र शिष्य भ. श्री जयसुंदरसूरिवरणामुपदेशेन सुवर्णाक्षरे । श्री कल्पलेखितः। प्राग्वाट् ज्ञातीय मंत्रि कूपा सुत सेमाकेनालेख्य चित्र० सारंगेनचित्रिता ॥ श्रीः॥
હુંબડ જ્ઞાતીવાળા સંઘવી ઝાંઝણ, સંઘવી વર્ધ્વમાન, સંઘવી વીરપાલ તિથા ગુણરાજ વગેરેટીઓએ તપાગચ્છીય શ્રી વિજયતિલકસૂરીશ્વરજીના શિષ્ય ભટ્ટારક શ્રી જયસુંદરસૂરીશ્વરજીના ઉપદેશથી સોનાના અક્ષરોથી [ ક પસૂત્ર લખાવ્યું. અને તે પોરવાડ જ્ઞાતીવાળા મંત્રિ કૃપાના પુત્ર એમે લખ્યું અને સારંગ નામના ચિત્રકારે ચીતર્યું.”
Plate LI ચિત્ર ૨૨૦ થી ૨૨૩: સુંદર સુશેને. નવાબ ૨ની પ્રતને હાંસિયાએ ,
Plate LII ચિત્ર ૨૨૪: નિશાલ ગણશું. ડહેલા ૨ની પ્રતના પાના ૪૩ પરથી. આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ એ પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના આમલકી ક્રીડાના ચિત્રથી થાય છે.
(૧) એક વખતે સોમેંન્દ્ર પિતાની સભામાં મહાવીરના ધર્યગુણની પ્રશંસા કરી અને કહેવા લાગ્યું કેઃ “હે દેવો? અત્યારના આ કાળમાં મનુષ્યલોકમાં શ્રી વર્ધમાનકુમાર એક બાળક હોવા છતાં પણ તેમના જે બીજે કઈ પ્રરાક્રમી વીર નથી. ઈન્દ્રાદિ દેવે પણ તેમને બિવરાવવાને અસ મથે છે.” આ સાંભળીને એક દેવ કે જેનું નામ જણાવવામાં નથી આવ્યું, તે જયાં કુમારે ક્રીડા કરતા હતા ત્યાં આવ્યો અને સાંબેલા જેવા જાડા, ચપળ બે જીભવાળા, ચળકતા મણિવાળા, કુંફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, કર આકૃતિવાળા અને વિસ્તૃત ફણાવાળા મોટા સપનું રૂપ બનાવીને ક્રીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. આ ભયંકર સર્પ જોઈ ભયભીત બનેલા બધા કુમારો રમતગમત પડતી મૂકી નાસી છૂટયા; પરંતુ મહાપરાક્રમી ધર્યશાળી શ્રી વર્ધમાનકુમારે જરાપણ ભય પામ્યા વિના પિતે ત્યાં તેની પાસે જઈ, સપને હાથથી પકડી દૂર ફેંકી દીધે. સર્ષ દર પડયો એટલે નિર્ભય બનેલા કુમારે પાછા એકઠા થઈ ગયા અને ક્રીડા શરૂ કરી દીધી.
(૨) હવે કુમારેએ વૃક્ષની રમત પડતી મૂકી દડાની રમત શરૂ કરી. રમતમાં એવી શરત હતી કે જે હારી જાય તે જીતેલને ખભા ઉપર બેસાડે. કુમારધારી દેવ શ્રી વર્ધમાનકુમાર સાથે રમતાં હારી ગયો. તેણે કહ્યું: “ભાઈ, હું હાર્યો અને આ વર્ધમાનકુમાર જીત્યા માટે એમને મારા ખભા ઉપર બેસવા દો.” શ્રી વર્ધમાન ખભા ઉપર બેઠા એટલે દેવે તક આછી તેમને બિનરાવવાને પ્રપંચ કર્યો. તેણે પિતાની દેવશક્તિથી સાત તાડ જેટલું ઊંચું પોતાનું શરીર બનાવ્યું. પ્રભુ તેને પ્રપંચ અવધિજ્ઞાનના બળથી જાણું ગયા. તેમણે વજા જેવી કઠેર મુષ્ટિથી તેની પીઠ પર એ તો પ્રહાર કર્યો કે તે ચીસ પાડવા લાગ્યો અને પીડા પામવાથી મરછરની જેમ સંકોચાઈ ગ. પ્રભુનું પરકમ તથા વૈર્ય પ્રત્યક્ષ અનુભવી ઈન્દ્રના સત્ય વચનનો તેણે મનમાં સ્વીકાર
"Aho Shrut Gyanam"