________________
ચિત્રવિવરણ
૩૫ કાઓ ઉપર છત્ર છે. સિદ્ધશિલાની નીચે પર્વતની આકૃતિ ચીતરેલી છે. પ્રભુની બંને બાજુએ કમલના બીડેલાં બબ્બે કૂલ છે અને ફણાની બંને બાજુએ એકેક બેલસરીના ઝાડની આકૃતિ ઉપર એકેક પોપટ બેઠેલે છે.
ચિત્ર ૯૬ઃ શ્રી નેમિનાથજીને જન્મ. જીરાની પ્રતના પાના ૬૬ ઉપરથી. વર્ણન માટે જુઓ આ પ્રસંગને લગતું જ ચિત્ર ૪૦નું વર્ણન. ચિત્રમાં સુંદર પલંગ ઉ૫૨ શિવાદેવી માતા શ્યામ વર્ણના નેમિનાથ પ્રભુને બાળકરૂપે લઈને સૂતેલાં છે. તેમની પાસે ચિત્રના ઉપરની એક બાજુએ ચામર વીંઝતી સ્ત્રી-પરિચારિકા બેઠેલી છે. ઉપરની છતના ભાગમાં લટકતે સુંદર ચંદરવો દેખાય છે.
ચિત્ર ૯૭: શ્રી નેમિનાથ-નિર્વાણ. જીરાની પ્રતના પાના ૬૯ ઉપરથી. તે કાળ અને તે સમયને વિષે ભગવાન શ્રી નેમિનાથ પ્રભુ એક હજાર વર્ષનું સર્વ આયુ પાળીને, સર્વ કર્મને ક્ષય કરીને, ગ્રીષ્મ કાળના ચોથા માસમાં, આઠમા પખવાડિયામાં, અષાઢ મહિનાની સુદિ આઠમે, ગીરનાર પર્વતની ઉપર પાંચસો છત્રીશ સાધુઓ સાથે એક મહિનાનું નિર્જલ અનશન કરીને, ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાને છે. પ્રાપ્ત થતાં, મધ્યરાત્રિને વિષે પદ્માસને બેઠા બેઠા નિર્વાણ પામ્યા-સર્વ દુઃખથી મુક્ત થયા. ચિત્રની મધ્યમાં સિદ્ધશિલાની આકૃતિ ઉપર શ્યામ વર્ણવાળા નેમિનાથ પ્રભુ પદ્માસનની બેઠકે વસ્ત્રાભૂષણે તથા મસ્તક ઉપર છત્ર સહિત બેઠેલા છે. છત્રની ઉપરના ભાગમાં આકાશમાં વાદળો અને સિદ્ધશિલાની નીચે ગીરનાર પર્વતની ટેકરી ચીતરેલી છે. પ્રભુની બંને બાજુએ ચિત્ર ૯૫ની માફક ઝાડના બદલે ઉપર બેઠેલાં પક્ષીઓ સહિત બીડાયેલાં કમલનાં સાત સાત ફૂલ છે.
Plate XXV ચિત્ર ૯૮: દેવાનંદાનાં ચૌદ સ્વપ્ન. જીરાની પ્રતના પાના ૩ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૮નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્રમાં ઠેઠ ઉપરના ભાગમાં ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી બેઠેલાં છે અને નીચેના ભાગમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી સુંદર રેશમી તળાઈ ઉપર અર્ધ જાગ્રતાવસ્થામાં દેવાનંદા સૂતેલાં છે. ચિત્રના બાકીના ભાગમાં ચોદ મહાસ્વપ્ન ચીતરેલાં છે.
ચિત્ર ૯ઃ દેવી સરસ્વતી. જીરાની પ્રતના પાના ૫૮ ઉપરથી. ચિત્રમાં ઊડતાં વિમાનની મયમાં ચાર હાથવાળી સરસ્વતી દેવીની સુંદર પ્રતિકૃતિ છે. દેવી સરસ્વતીના શરીરને વર્ણ સફેદ છે. દેવીના ઉપરના જમણા હાથમાં પુસ્તક તથા ડાબા હાથમાં કમલનું ફેલ છે અને નીચેના જમણા હાથમાં વરદ મુદ્રાએ માળા તથા ડાબા હાથે વણા પકડેલી છે. વિમાનની નીચે હંસ પક્ષી વાહન તરીકે છે. દેવીના વિમાનની આકૃતિ સુસ્પષ્ટ અને સુંદર છે. વિમાનની ટેચ ઉપર બંને બાજુ એકેક પોપટ છે અને ચિત્રના ઉપરના ભાગમાં બંને બાજુ એ કેક મોર છે. દેવીએ મસ્તકે મુગટ, કાનમાં હંસ પક્ષીની આકૃતિવાળું કુંડલ, અબડામાં આભૂષણ, ચારે હાથ પર રત્નજડિત ચૂડીએ, ગળામાં હંસ તથા માતાઓને હાર, નીલા રંગની કંચુકી, ગુલાબી રંગનું ડિઝાઈનવાળું અને બંને છેડા જેના પવનથી ઊડી રહ્યા છે તેવું વસ્ત્ર અને હંસની ડિઝાઈનવાળું
-11
,
"Aho Shrut Gyanam"