________________
ચિત્રવિવરણ
Plate XIV ચિત્ર પલ પ્રશસ્તિનું પાનું. પાટણ ૧. શ્રી પાર્શ્વનાથ તથા શ્રી પદ્માવતીદેવીના બે ચિત્ર મૂળ રંગમાં આ પુસ્તકમાં ચિત્ર ૬૦-૬૧ રજૂ કરેલાં છે, તે શ્રી ભાવ દેવસૂરિ વિરચિત શ્રી પાર્શ્વનાથ ચરિત્રની સંવત ૧૪૫૫માં અણહિલપુર પાટણમાં લખાએલી પ્રતની પ્રશસ્તિનું છેલ્લું પાનું વાંચકોની જાણ સારૂ રજૂ કરેલું છે. લખાણની ૧૧ લીટીઓ પૈકીની સાતમી લીટીના ઉત્તરાર્ધમાં અને આઠમી લીટીના મોટા ભાગમાં આપેલા પહેલા કલેકમાં આ પ્રત પ્રખ્યાત પાટણું (અણહિલપુર પાટણ શહેરમાં લખાવ્યાને રપષ્ટ ઉલ્લેખ આ પ્રમાણે છે:
पंचपंचमनुसंख्यवत्सरे १४५५ पौषमुख्यसुतिथौ दिनेवियोः।
श्रीमतिप्रथितपत्तनेपुरे लेखकेन लिखितं सुपुस्तकम् ॥१॥ . (સંવત) ૧૪૫૫ના પિષ મહિના]માં સારા દિવસે પ્રખ્યાત પાટણ શહેરમાં લેખકે આ] સારું પુસ્તક લખ્યું છે. પછીના કલાકોમાં આ ચરિત્ર લખાવનારની પ્રશસ્તિ છે.
Plate XV ચિત્ર ૬૦ શ્રી પાર્શ્વનાથ. પાટણ ૧ ના પહેલા પાના ઉપરથી. પુરુષપ્રધાન અહંનું શ્રી પાર્શ્વનાથ શ્રીમકાળના પહેલા માસમાં, પહેલા પખવાડિયામાં, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં (ગુજરાતી કાગણ વદમાં થની રાત્રિને વિષે, વીસ સાગરોપમની સ્થિતિવાળા પ્રાણુત નામના દશમા દેવલોકથી ચવીને વારાણસી નગરીના અશ્વસેન નામે રાજાની વામાદેવી પટરાણીની કુક્ષિને વિષે મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચન્દ્રને વેગ પ્રાપ્ત થતાં દેવ સંબંધી આહાર, ભવ અને શરીરને ત્યાગ કરી ગર્લપ ઉત્પન્ન થયા. ચિત્રની મધ્યમાં નીલવર્ણની શ્રી પાર્શ્વનાથ ભગવાનની પદ્માસનસ્થ મૂતિ તેઓશ્રીનું ચ્યવન કલ્યાણક દર્શાવવા ચિત્રકારે રજૂ કરી છે. પ્રભુના મસ્તક ઉપર નાગરાજધરણેન્દ્રની સાત ફણ છે. આજે જેવી રીતે જિનમંદિરમાં જિનમૂર્તિઓને આભષથી શણગારવામાં આવે છે, તેવી જ રીતે આ ચિત્રમાં પણ મૂર્તિના મસ્તકે મુશ્કેટ, બંને કાનમાં કુડલ, ગરદનમાં કઠે (હંસ કહેવાય છે તે આભૂષણ), હૃદય ઉપર રત્નજડિત હાર, બંને હાથના કાંડા ઉપર કડાં, બંને કણના ઉપરના ભાગમાં બાજુબંધ, બંને હાથની હથેળીઓ પલાંઠી ઉપર ભેગી કરી છે તેના ઉપર સેનાનું શ્રીફળ (બીજોરાના નામથી ઓળખવામાં આવે છે તે), કપાળમાં રત્નજડિત ગેળ તિલક (ટીકાના નામથી ઓળખવામાં આવે છે તે), છાતીની મધમાં શ્રીવત્સ વગેરે આભૂષણે ચિત્રકારે સુસંગત રીતે ગોઠવેલાં છે. મૂતિની આજુબાજુ ચારે તરફ ફરતે પરિકર છે. મૂર્તિની પલાંઠી નીચેની બેઠકની મધ્યમાં ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથનું લંછન સર્ષ પણ રજૂ કરેલું છે.
ચિત્ર ૧૯ દેવી પદ્માવતી. પાટણ ૧ ના પાના ૨ ઉપરથી. દેવીના શરીરનો વર્ણ કમલનાં કેલ જે ગુલાબી છે. દેવીને ઓળખવા માટે તેણીના ચારે હાથમાં જુદાં જુદાં આયુધ આપીને, દેવી આકાશમાં ઉડતાં હોય તેવું દશ્ય રજૂ કરવા માટે દેવીના શરીરના પાછળની બંને બાજુએ કમર ઉપર પહેરેલા વસ્ત્રના બંને છેડાએ પવનમાં ઉડતાં બતાવીને ચિત્રકારે પોતાનું ચિત્રકલા ઉપરનું પ્રભુત્વ સાબિત કરી આપ્યું છે. દેવીના ચાર હાથે પિકી ઉપરના જમણા
"Aho Shrut Gyanam"