________________
|૮||
સાથે સાથે શ્રેણિક, કોણિક, સુલસા, અભયકુમાર, ચેડારાજા, હલ્લ-વિહલ, મેઘકુમાર, નંદિષેણ, ચેલણા, દુર્ગધા, આદ્રકુમાર, ઋષભદત્ત, દેવાનંદા, જમાલી, શતાનિક, ચંડપ્રદ્યોત, મૃગાવતી, આનંદ વિ. દશ શ્રાવક, ગોશાળો, હાલિક, પ્રસન્નચંદ્ર, દુર્દરાંક દેવ, ગૌતમ સ્વામી, પુંડરીક, કંડરીક, અંબડ, દશાર્ણભદ્ર, ધન્ના-શાલિભદ્ર, રોહિણેય, ઉદાયન, શતાનિક પુત્ર, કપિલ કેવલી, કુમારનંદી, ઉદાર્ય, કુલવાલક, કુમારપાળ વિ. અનેક ચરિત્ર ખૂબ રોચક શૈલીમાં આલેખન થયા છે.
૩૬ હજાર શ્લોક પ્રમાણ આ કૃતિમાં તીર્થકરોની દેશનાના માધ્યમે અનેક શાસ્ત્રીય સિદ્ધાંતોની અદ્ભૂત વિવેચના કરાઈ છે. ખળખળ વહેતી સરિતાના નીર જેવા મુલાયમ અને મધુર કથાનકોની સાથે સાથે કઠણ-કર્કશ અને ગહન એવા નય-પ્રમાણના સ્વરૂપો, ક્ષેત્રસમાસ-જીવવિચાર-કર્મસ્વરૂપ, આત્મસિધ્ધિ-બાર ભાવના જેવા વિષયોને પણ સરળ શૈલીમાં રજૂ કરી આચાર્યશ્રીએ પોતાની કામણગારી વિદ્વત્તાને છતી કરી છે.
દશમાં પર્વમાં પ્રદર્શિત કરેલ કુમારપાળનું ભવિષ્યકથન અને અંતિમ ગ્રંથ સર્જન પ્રશસ્તિ આ બે વસ્તુ ઘણી મહત્ત્વની અને સૂચક છે.
આ એક મહાકાવ્યના વાંચનથી, પઠન-પાઠનથી આત્મિક સુખોની પ્રજ્ઞા સોળે કળાએ ખીલી ઉઠે છે અને સર્વતોવ્યાપી બોધ પ્રાપ્ત થાય છે એ નિર્વિવાદ વાત છે.
ત્રિષષ્ટિ એ જૈન સમાજ અને સવિશેષ સાધુ-સાધ્વીજીઓ માટે અતિલોકપ્રિય કાવ્ય છે. અધ્યયન-અધ્યાપનના ક્ષેત્રે સવિશેષ તેની ઉપયોગિતા છે.
કલિકાલસર્વજ્ઞની આ અજાયબ કાવ્યકૃતિ આજે સેંકડો વર્ષ પછી પણ આપણને ઉપલબ્ધ થઈ છે તે આપણું પ્રકૃષ્ટ પુન્ય છે.
હજુ સુધી સેંકડો વર્ષો સુધી આ સુકૃતસર્જન સુરક્ષિત રહે એ શુભાશયથી પ્રસ્તુત પ્રકાશન સાકાર થઇ રહ્યું છે.
અમારા પૂ. ગુરુદેવશ્રી વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી ‘શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ' જિનશાસનના સાતે ક્ષેત્રની અનુપમ ભક્તિ કરી રહ્યું છે. તેમાં પણ છેલ્લા ૧૫ વર્ષથી
||દા