________________
પ
સહિત બાર વ્રત ગ્રહણ કર્યા. અનેક જર્જરિત જિનાલયોના જીર્ણોદ્ધાર કરાવ્યા, અનેક દાનશાળાઓ ખોલી, લગભગ ચૌદ કરોડ રૂપિયાનો સર્વ્યય કરી નિર્ધન અને અલ્પપુન્યવાળા સાધર્મિક બંધુઓની કાયાપલટ કરી દીધી, પ્રજા ઉપરના ઘણા આકરા કરવેરાઓ માફ કરાવ્યા. શત્રુંજય-ગિરનારના છ'રી પાલિત સંઘો કઢાવ્યા. યોગશાસ્ત્ર-વીતરાગ સ્તોત્ર જેવા સૂત્રો કંઠસ્થ કર્યા.
મોટી ઉંમરે ધર્મ પામ્યા છતાં શાસનના એક એક અંગની જબરદસ્ત આરાધના કરી લીધી. શ્રી કલિકાલસર્વજ્ઞ આચાર્ય
ભગવંતે આ એક પરમાર્હત્ શ્રાવકરત્નનું સર્જન કરી તેના દ્વારા જગતભરમાં અને વિશેષ કરી ગુજરાતમાં શાસનની બેજોડ પ્રભાવના કરી જૈન ધર્મનો ડંકો વગાડી દીધો હતો.
જાણવા મુજબ આ શ્રી હેમચંદ્રસૂરિજીએ પાંત્રીશ હજાર જેટલા માનવોને ધર્મોપદેશ દ્વારા નવા જૈન બનાવ્યા હતા.
આચાર્ય હેમચંદ્રસૂરિજીએ ‘શિષ્યસર્જન’નું કાર્ય પૂરી ચીવટથી કર્યું હતું. આ. બાલચંદ્રસૂરિ મ., આ. રામચંદ્રસૂરિ મ., આ. મહેન્દ્રસૂરિ મ., પં. વર્ધમાનગણિ મ., પં. ગુણચંદ્રગણિ મ., પં. યશશ્ચંદ્રગણિ મ., પં. ઉદયચંદ્રગણિ મ. મુનિ દેવચંદ્રજી, પં. ઉદયસાગરગણિ જેવા વિદ્વાન, કવિ, શાસ્ત્રમર્મજ્ઞ શિષ્યોના સર્જન કરી એક મહાન કાર્ય આચાર્યશ્રીએ કર્યું. આચાર્યશ્રીના આ વિદ્વાન શિષ્યરત્નોએ પણ વિવિધ વિષયક અનેક ગ્રંથોના સર્જન કરી જૈન સાહિત્ય સંગ્રહને સમૃદ્ધ કરવામાં અનેરૂ યોગદાન આપ્યું છે.
વિદ્વત્તા સાથે હેમચંદ્રાચાર્યની નમ્રતા પણ ગજબ કોટીની હતી. “બધું જ્ઞાનસંપાદન ગુરુની પાસે અને તેમની કૃપાથી જ થયું છે.” એવું સ્પષ્ટ તેમણે જ ત્રિ.શ.પુ.ની પ્રશસ્તિમાં જણાવ્યું છે.
आचार्यो हेमचंद्रोऽभूत्तत्पदांभोजषट्पदः । તાસાવાવધિાત-જ્ઞાન-સંપનહોયઃ ।।
દિગ્ગજ વિદ્વાનો પણ હેમચંદ્રાચાર્યની બહુમુખી પ્રતિભાથી અત્યંત પ્રભાવિત હતા, તેમની સ્તુતિ કરતા થાકતા ન હતા, આટલી નાની જિંદગીમાં આટલું વિરાટ સર્જન કાર્ય કઈ રીતે કરી શકયા, એ બધા માટે આશ્ચર્યરૂપ હતું.
किं स्तुमः शब्दपाथोधेः हेमचंद्रयतेर्मतिम् । एकेनापि हि येनेद्र कृतं शब्दानशासनम ॥