________________
२०
કારણે કે દષ્ટિદોષથી કે અનાભોગથી રહી ગયેલ ક્ષતિઓનું પરિમાર્જન કરી વાચકવર્ગ વાંચે એવી ખાસ ભલામણ કરું છું. ઉપકારસ્મરણ :
પ્રસ્તુત ગ્રંથ અંગેનું સઘળું શ્રેય: પૂ. આગમપ્રભાકર મુનિ શ્રીપુણ્યવિજયજી મહારાજ અને પુરાતત્ત્વાચાર્ય જિનવિજયજીના ફાળે જાય છે. સંશોધકપ્રેમી, ઇતિહાસપ્રેમી આ વિદ્વાનોએ અનેક હસ્તપ્રતિઓ ઉપરથી વસ્તુપાલ-તેજપાલ સંબંધિત આ ઐતિહાસિક સઘળી સામગ્રી તૈયાર કરીને આવા ઐતિહાસિક ગ્રંથો પ્રકાશિત કર્યા તો આજે પૂર્વના એ મહાપુરુષોને જાણવા-માણવાનો અવસર સાંપડે છે. આવી શ્રેષ્ઠ કૃતિઓના સંશોધકસંપાદકર્તાઓનું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું.
આ ગ્રંથના નવીનસંસ્કરણને પ્રકાશિત કરવા માટે પ્રેરણા કરનાર પૂ.પંન્યાસશ્રી વજસેનવિજયજી મહારાજ તથા આ ગ્રંથના નવીનસંસ્કરણને પ્રકાશિત કરવા માટે આર્થિક સહયોગની પ્રેરણા કરનાર તપસ્વી મુનિરાજ શ્રીપ્રશમપૂર્ણવિજયજી મહારાજ આ બંને ઉપકારી પૂજ્યોનું આ નવીનસંસ્કરણ પ્રકાશનના સુઅવસરે સ્મરણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તેમ જ મારી સંયમસાધના અને શ્રુતસાધનામાં સહાયક બનનાર સૌ કોઈનું કૃતજ્ઞભાવે સ્મરણ કરી કૃતાર્થતા વ્યક્ત કરું છું.
પ્રાંત અંતરની એ જ શુભભાવના વ્યક્ત કરું છું કે પૂર્વે થઈ ગયેલા આવા ઉત્તમ મહાપુરુષોના ચરિત્રોના વાંચન દ્વારા તેમનામાં રહેલાં ગુણોથી ભાવિત બની ઉત્તમકક્ષાના ગુણોને જીવનમાં આત્મસાત કરીને તત્ત્વત્રયી અને રત્નત્રયીને આરાધીને અસંગદશાને પામીને ક્ષપકશ્રેણિ માંડીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરીને સર્વકર્મનો ક્ષય કરીને સાદિ અનતંકાળ સુધી આત્મસ્વરૂપમાં રમમાણ બનીએ એ જ શુભકામના....!!
शिवमस्तु सर्वजगतः
- સાધ્વી ચંદનબાલાશ્રી
એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭ અષાઢ સુદ-૧૧, વિ.સં. ૨૦૬૬, બુધવાર, તા. ૨૧-૭-૨૦૧૦.
sukar-t.pm5 2nd proof