________________
થાય તે સર્વોત્તમ છે. અન્યથા તદ્દન નકામી છે. આવી જ્યોતિષીની પરીક્ષા જલદી થઈ શકે. અને તેને મૂર્ખ પણ બનાવી શકાય. ત્યારે તેની મશ્કરી કરવી હોય ત્યારે તેની પાસે જઈ હેતુ પૂર્વક ગમે તેમ ચેષ્ટા કે ઉચ્ચાર કરવામાં આવે, તે તે ઉપરથી
તિષીએ કહેલું ફલ નિષ્ફળ થાય. આ વિદ્યા તે કેવળ નૈસર્ગિક ભાવો ઉપર જ આધાર રાખે છે. જ્યાં કૃત્રિમતા છે, ત્યાં તે વ્યર્થ બને છે. આ મુખ્ય કારણથી જ આ વિદ્યાને લેપ થતો ગયે હશે, એમ અનુમાન થાય છે.
જો કે કઈ કાળમાં આનો વિશેષ પ્રચાર હશે જ, વાગભટ કે જે એક વૈદ્યકશાસ્ત્રને આધારભૂત ગ્રંથ છે, તેમાં તેની ચેષ્ટા ઉપરથી રોગીની સ્થિતિ ઉપર વિચાર કરી કેસ હાથમાં લે કે ન લે તેને વૈદ્ય નિર્ણય કરે તેમ ઉલ્લેખ છે. આમ આ વિદ્યાનો હરકોઈ માણસ પિતાના કાર્યની સિદ્ધયસિદ્ધિમાં ઉપયોગ કરતો હશે. નૈસર્ગિક રીતે અત્યારે પણ ઘણા પિતાને કરવાના કામમાં સંકલ્પ-વિકલ્પ કરી કરવું કે ન કરવું તેને નિર્ણય કરે છે. ઘણું પિતાના નિર્ણય મુજબ કાર્યની સફળતા નિષ્ફળતાને મેળવે છે. જ્યારે ઘણુને પિતાના નિર્ણયથી વિરૂદ્ધ અનુભવ થાય છે, છતાં સંકલ્પ-વિકલ્પ એ મનના ધર્મો હોઈ તે થાય છે, અને નિશ્ચય એ વિચારનું પરિણામ હાઈ જેવી વિચારકની શ્રેષ્ઠતા તે મુજબ તેની પૂર્ણતા એ મુજબ બને છે. નિશ્ચય ઉપર આવવાને કઈ બાહ્ય સાધન નથી હોતું. પ્રાચીનકાળમાં અંગવિદ્યાને નિશ્ચયના સાધન તરીકે ઉપયોગ થતો હશે. પરંતુ ઉપર જેમ બતાવ્યું તેમ કેવળ સ્વાભાવિક ચેષ્ટા ઉપર જ તેને આધાર હોઈ તેને હાસ થઈ ગયો છે.
છતાં બુદ્ધિશાળી પુરુષ દરેક વસ્તુને સિદ્ધાન્તબદ્ધ કરે છે, અને તેને વિદ્યાનું રૂપ આપે છે. તેમ આ શાસ્ત્રને પણ વિદ્યાનું રૂપ અપાયું છે. તિથિચક, વાચક ઇત્યાદિ વર્ષચ પર્યતના કમ ગોઠવી છેક ન જાતક સુધી આ વસ્તુનો ઉપયોગ કર્યો છે.
સામાન્યતઃ તિષીએ દરેક પ્રશ્નનો ઉત્તર આપવો જોઈએ, એમ એક બાલિશ માન્યતા છે, અને તે મુજબ ગર્ભિણી પ્રશ્ન, વષજ્ઞાન તથા નણજાતક, જેવા વિષમાં પણું અંગવિદ્યાને ઉપયોગ કરેલો છે. આવડું મોટું તેનું વિસ્તૃત રૂપ છે. અર્થાત આ વિદ્યા પણ નિમિત્તનાં ઈતરઅંગેની માફક પરિપૂર્ણ છે, એમ કહેવામાં વાંધો નથી.
હાલમાં તો આ વિદ્યા ઉપર આધારભૂત ગ્રંથ કોઈ નથી. વરાહમિહિરના બૃહત્સંહિતાના અધ્યાય વગર બીજું કશું ઉપલબ્ધ નથી. હસ્તસંજીવનને ગ્રંથકારે અંગવિદ્યાનું જ પુસ્તક ગણાવ્યું છે. અને રાત્ શનાર્ અર્થાત્ દર્શનથી તેમજ