________________
N
વસંતરાજ લખે છે કે-મેં ગંધ રચવામાં તેની મદદ લીધી છે. વસંતરાજને સમય શક ૧૦૦૦ પહેલાંને છે. ચૂડામણિને રાજમૃગાંકમાં પણ ઉલ્લેખ મળે છે. વસંતરાજ તથા ચૂડામણિ એ બંનેને નરપતિમાં ઉલ્લેખ છે. નરપતિજયથર્યા શાલિવાહન શક ૧૦૯૭ માં લખાએલ છે. રાજસ્મૃગાંક શક ૯૬૪ માં લખાએલ છે. એટલે ચૂડામણિ તે પહેલાંને ગ્રંથ છે.
ચૂડામણિની પદ્ધતિમાં કઇક ઉપપત્તિની ઉણપ છે. એમ લાગે છે કે આવાં કારણોથી યા તો સમયગલથી તે હાલમાં લુપ્તપ્રાય છે.
ગ્રંથકારે વિવેકવિલાસનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. વિવેકવિલાસ પણ પ્રાચીન ગ્રંથ છે. શ્રી જિનદત્તસૂરિએ તે ગ્રંથ ઇસનના તેશ્મા શતકના પૂર્વાર્ધમાં લખ્યા છે. જેનસમાજમાં તે ઘણે પરિચિત ગ્રંથ છે. ગ્રંથકારે વિવિલાસના પુષ્કળ લેકે ઉધૃત કર્યા છે.
" વિવેકવિલાસમાંથી લીધેલા કે પ્રાચીન સામુદ્રિકશાસ્ત્રમાં પણ મળી આવે છે. આ પુસ્તકની સાથે જે સામુદ્રિકશાસ્ત્ર જોડવામાં આવ્યું છે. તેમાં વિવેકવિલાસના કેટલાક લેકે મળી આવે છે. ગ્રંથકારે સામુદ્રિકશાસ્ત્ર નામથી કેટલાક લીધેલા લોકે આ સામુદ્રિકશાસ્ત્રમાં મળી આવે છે. ઘણા પ્રાચીનકાળથી સામુદ્રિકશાસ્ત્ર નામથી આ ગ્રંથની ગણના થાય છે, એટલે વિવિલાસકારે આ ગ્રંથમાંથી કે લીધા હશે, એમ અનુમાન છે.
હસ્તબીબ તથા હસ્તચિહું સૂત્ર હાલમાં ઉપલબ્દા નથી થતા. ગ્રંથકારે તે ગ્રંથમાંથી કેટલાક કે ઉધૃત કર્યાને ઉલ્લેખ કર્યો છે
બીજા ગ્રંથે સાથે તુલના ગ્રંથકારે અંગીકાર કરેલી પદ્ધતિના બીજ પ્રથા જોવામાં આવતા નથી, એટલે વિષય પરત્વે સમાચના થઈ શકે તેમ નથી. સામુદ્રિકભૂષણ ગ્રંથકારને આદર્શ ગ્રંથ છે. પરંતુ તેની પ્રત મળતી નથી. એટલે ગ્રંથકારનું વક્તવ્ય સંપૂર્ણ છે, અધુરૂં ઈત્યાદિ વિષયમાં કઈ પણ જાતને મત બાંધી શકાય તેમ નથી.
જે અંતરંગ પરીક્ષા કરીએ તો ગ્રંથ સંપૂર્ણ લાગે છે. ભાષ્યની યોજના દ્વારા ગ્રંથની ઉપપત્તિ અથવા યુક્તિમત્તા દેખાઈ આવે છે, પરંતુ આ પદ્ધતિને આ એક જ ગ્રંથ હોવાથી તેને અભૂતપૂર્વ અને અદ્વિતીય વિશેષ જવાં પડે છે.