________________
૨૯૦
સામુદ્રિકશાસ્ત્ર - જે પુરુષના નાક, નેત્ર, દાંત, ઠ, હાથ, કાન અને પગ સરલ હોય તે સરલ અને વિષમ હોય તે વિષમ સ્વભાવને જાણો. ગતિ, સ્વર, હાડકાં ચામડી, માંસ, નેત્ર, કાન તથા અંગોનાં લક્ષણે સારાં હોય તો માણસને વાહન, નોકર ચાકર, ધન, ભેગ, સ્ત્રી, વગેરે બાબતનું સુખ ઉત્તરોત્તર મળતું જાય છે. ભમરી, સ્પર્શન, સંકુરણું, લાખુ, તલ, મશક, ત્રણ વગેરે પુરુષને જમણુ ભાગમાં અને સ્ત્રીને ડાબા ભાગમાં હોય તે શુભ ફળ આપનાર છે. ૧૨૫ થી ૧૨૭
ઇતિ પુરૂષલક્ષણધ્યાય
અથ શ્રી લક્ષણધિકાર कीदृशीं वरयेत्कन्यां कीदृशीं च विवर्जयेत् ॥ कीदशी कुलबाला च त्वमिदं वक्तुमर्हसि तथा विज्ञाय यत्नेन शुभाशुभामिति स्थितम् ॥ वदन्ति च प्रशस्तं च स्त्रीणां लक्षणम् वक्ष्यामि || ૨ | बंधुलक्षणलावण्यकुलजात्याद्यलङ्कृताम् ।। कन्यकां वृणुयाद्रूपवर्तामव्यांगविग्रहाम्
|| 3 | अष्टमावर्षतो यावद्वर्षमेकादशं भवेत् ॥ तावत्कुमारिका लोके नाप्यमुद्वाहमर्हति पूर्णचन्द्रमुखी कन्या बालसूर्यसमप्रभा ॥ विशालनेत्ररक्तोष्ठी सा कन्या लभते सुखम्
કેવી કન્યા સાથે લગ્ન કરવું, અને કેવી કન્યાને લગ્ન ન કરતાં ત્યાગ કરવો. તેમજ કુલવતી બાળા કોને કહી શકાય, તે કહેવા માટે તે યોગ્ય છે. ( શિષ્યને ગુરુ પ્રત્યે પ્રશ્ન છે.) હું હવે યત્નપૂર્વક શુભાશુભ લક્ષણેને જાણીને જેને વખાણવા લાયક લક્ષણ કહે છે, તેવું સ્ત્રીઓનું શુભ લક્ષણ કહું છું. ભાઈ ભાંડુ, શુભલક્ષણ, લાવણ્ય, કુલ તથા શ્રેષ્ઠ જાતિથી યુક્ત હોય તેવી રૂપાળી અને ખેડ વગરની કન્યા સાથે લગ્ન કરવું. આઠમા વર્ષથી લઈ અગિયારમું વર્ષ થાય ત્યાં સુધી સમાજમાં કુમારિકા કહેવાય છે. અને તે લગ્નને યોગ્ય ઉંમર છે. જે કન્યા પૂર્ણચંદ્રના જેવા મુખવાળી, ઉગતા સૂર્યના જેવી લાલ રંગના મનહર તેજવાળી, વિશાળ નેત્ર તથા લાલ ઓઠવાળી હોય તે સુખ મેળવે છે. ૧ થી ૫