________________
(9)
પ્રાચીન શૈલીમાં નૂતન મહાકાવ્ય આજે રચવું - એ એક આહ્વાન છે. તમે એ શૈલી સહજપણે નિભાવી છે. ટીકાના બદલે સરળ સુગમ અનુવાદ આપ્યો એ નિર્ણય પણ પ્રશસ્ય છે.
સંસ્કૃત સર્જકોની શ્રેણીમાં તમે સ્વગુણોપાર્જીત સ્થાન મેળવી શક્યા છો. અનુમોદના અને સ્વાગત.
(10)
તમારી કાવ્યનિર્માણશક્તિને લક્ષશઃ સલામ. પ્રભુનો અનુગ્રહ, સદ્ગુરુભગવંતોની કૃપા, પુણ્યની સહાય આવા કાર્યમાં મદદગાર બને છે તે હકીકત છે. તમારા હાથે આવાં સર્જનો થયા જ કરે તેવી મહેચ્છા.
પં. હર્ષતિલકવિજય
ઉપાધ્યાય ભુવનચંદ્રજી
(11)
આઠ પ્રભાવકોમાં જે કવિ નામના આઠમા પ્રભાવક છે તે પ્રભાવક પદને દીપાવવાનું પુણ્ય આપે મેળવ્યું છે.
સા. જ્યોતિપ્રભાશ્રીજી
(12)
काव्य की भाषा और भावाभिव्यक्ति, लालित्यपूर्ण - निर्दोष और सुन्दर है । पाठको के मन में भावोद्रेक जगानेवाली है। अलंकारयोजना भी उत्तम है। इस युग में संस्कृतभाषा में ऐसी रचनाए निश्चय पूर्वकाल का स्मरण करा देती है। और यह विश्वास जगाती है कि आज भी भवभूति, कालिदास आदि के समान श्रेष्ठ कवि इस भूतल पर जीवित है ।
सागरमल जैन
१६
M