________________
શમણા ઘના પ્રચાર મત્રી પાબં કેશરી મહારાજ શ્રી પ્રેમચંદજી મહારાજ જેથી રાજકોટમાં પધારેલા હતા ત્યારે તેના તરફથી શાને માટે મળેલ અભિપ્રાય
શાસ્ત્રોદ્ધાર સમિતિ તરફથી પૂજ્યપાદ શાસ્ત્રવારિધિ પડિતરાજ સ્વામિ શ્રી ઘામલાલજી મહારાજદ્વારા શારદ્વારનું જે કાર્ય થઈ રહ્યું છે તે કાર્ય જનસમાજ તેમા ખાસ કરીને સ્થાનકવાસી જૈન સમાજને માટે મૂળભૂત મૌલિક સંસ્કૃતિની જડને મજબૂત કરવાવાળું છે,
એટલા ખાતર આ કાર્ય અતિ પ્રશસનીય છે માટે દરેક વ્યક્તિએ તેમાં યથાશકિત બૅગ દેવાની ખાસ આવશ્યકતા છે અને તેથી એ ભગીરથ કાર્ય જલદી સંપૂર્ણપણે પાર પાડી શકાય અને જનતા શ્રુતજ્ઞાનને લાભ મેળવી શકે
દરીયાપુરી સંપ્રદાયના પૂજ્ય આચાર્ય શ્રી ઈશ્વરલાલજી મહારાજ સાહેબના
સૂત્રો સંબંધે વિચારે
નમામિ વીર ગિરી સાર ધીર પૂજ્ય પાદ જ્ઞાનપ્રવર શ્રી ઘામીલાલજી મહારાજ તથા પડિત શ્રી કનૈયાલાલજી મહારાજ આદિ થાણુ છની સેવામા–
અમદાવાદ શાહપુર ઉપાશ્રયથી મુનિ દયાન દજીના ૧૦૮ પ્રણિપાત
આપ સર્વે થાણાએ સુખસમાધિમા હશે નિરતર ધમ ધ્યાન ધર્મરાધનમાં લીન હશે
સૂત્ર પ્રકાશન કાર્ય ત્વરિત થાય એવી ભાવના છે દેશકાલિક તથા આચારાગ એક એક ભાગ અહી છે ટીકા ખૂબ સુંદર, સરળ અને પડિત જનેને સુપ્રિય થઈ પડે તેવી છે સાથે સાથે ટીકા વીનાના મૂળ અને અર્થ સાથે પ્રકાશન થાય તે શ્રાવકગણ તેને વિશેષ લાભ લઈ શકે અને પૂજ્ય આચાર્ય ગુરુદેવને આખે મતીયે ઉતસ છે અને સારૂ છે એજ આસો સુદ ૧૦, મગળવાર તા ૨૫-૧૦-૫૫
પુન પુન શાતા ઈચ્છ, દયા મુનિના પ્રાણિપાત