________________
બા. બ્ર. શ્રી વિનેદમુનિનું સંક્ષિપ્ત જીવનચરિત્ર આ પરમ વૈરાગી અને દયાના પુજ જેવા આ પુરુષને જન્મ વિક્રમ સંવત ૧૯૯૨ પિોર્ટસુદાન (આફ્રિકા) માં કે જ્યાં વીરાણું કુટુંબને વ્યાપાર આજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયો હતે.
શ્રી વિનોદકુમારના પુણ્યવાન પિતાશ્રીનું નામ શેઠશ્રી દુર્લભજી શામજી વીરાણી અને મહા ભાગ્યવાન માતુશ્રીનું નામ બેન મણિબેન વીરાણી બનેનું અસલ વતન રાજકોટ (સૌરાષ્ટ્ર) છે. બેન મણિબેન ધાર્મિક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળા હતા, પરંતુ શ્રી વિનોદકુમાર ગર્ભમાં આવ્યા પછી વધારે દઢધમી અને પ્રિય ધમી બન્યા હતા.
પૂર્વ ભવના સંસ્કારથી શ્રી વિનોદકુમારનું લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગ ભાવ તરફ વધારે હોવા છતાં તેઓશ્રીએ નોન-મેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા બતાવેલી.
તેઓશ્રીએ યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, બેલજીયમ, હોલેન્ડ, જર્મની, સ્વીઝર્લેન્ડ, તેમજ ઈટાલી, ઈજીપ્ત વગેરે દેશમાં પ્રવાસ કરેલ સાં. ૨૦૦૯ત્ના વૈશાખ માસ, સને ૧૯૫૩માં લડનમાં રાણી એલીઝાબેથના રાજ્યારોહણ પ્રસગે તેઓશ્રી લંડન ગયા હતા કાશ્મીરનો પ્રવાસ પણ તેમણે કરેલ, દેશ પરદેશ ફરવા છતાં પણ તેમણે કોઈ વખતે પણ કદમૂળને આહાર વાપરેલ નહી.
ઉગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ દુનિયાના રમણીય સ્થળે જેવાં કે કાશ્મીર ઈજીપ્ત અને યુરેપનાં સુંદર સ્થળની મુલાકાત લીધી હોવા છતાંએ તેઓને રમણીય સ્થળો કે રમણીય યુવતીઓનું આકર્ષણ થયુ નહી. એ એના પૂર્વભવના ધાર્મિક સંસ્કારને જ રંગ હતો અને એ રગે જ તેમને તે બધું ન ગમ્યું અને તુરત વતન પાછા ફર્યા અને સાધુ-સાધ્વીજીના દર્શન કરવાને ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશને લાભ લીધો અને વૈરાગ્યમાં જ મન લાગ્યું. હું ડા કાલ અવસર્પિણિના આ દુષમ નામના પાંચમા આરાનું વિચિત્ર વાતાવરણ જોઈ તેમને કંઈક ક્ષેભ થતો કે તુરત જ તેને ખુલાસો મેળવી લેતા અને ત્યાગ ભાવમાં સ્થિર રહેતા. દેશ પરદેશમાં પણ સામાચિક, પ્રતિક્રમણ, ચોવિહાર આદિ પચ્ચકખાણ તેઓ ચૂકયા નહી. ઊંચી કોટિની શૈયાને ત્યાગ કરી તેઓ સૂવા માટે માત્ર એક શેતર છે, એક સીકુ અને ઓઢવા માટે એક ચાદર ફકત વાપરતા અને પલગ ઉપર નહી પણ ભૂમિ પર જ