________________
પિતાની જાતને ભેગ આપી સહાય કરવા તેઓ સદા તત્પર રહેતા હતા. જેમ વૃક્ષને ફળ આવતા વૃક્ષ વધુ નમ્ર બની ઝૂકી પડે છે, બીજાને ફળ લેવા સુલભ બને છે, તેમ ચરિત્ર નાયક શ્રી રતિભાઈને પણ જેમ જેમ ઉચ્ચસ્થાન પ્રાપ્ત થતા ગયા તેમ તેમ તેઓશ્રી વધુ ધીરાદાત્ત, સેવાભાવી બની સમાજને ઉપયોગી કાર્યોમાં પિતાનાથી બનતું કરવા હરહંમેશા પ્રવૃત્તિશીલ રહેતા હતા.
પાલણપુરના શ્રી ધર્મશ્રદ્ધાવાન રત્નસમા શ્રી રતિભાઈનુ લગ્ન સંસ્કારી માતા પિતાના સુરસ્કાર પ્રાપ્ત કરેલ લીલાવતી બહેન સાથે થયા હતા લીલાવતી બહેન બાલ્યકાળથી ધર્મપરાયણ છે. તેઓ સામાયિક પ્રતિકમણ, પર્વતિથિને પિષધ કર વિગેરે ધાર્મિક કાર્યોમાં સદા સાવધ રહેતાં. ઉપરાત દીન, દુખી ને શાતા ઉપજાવવામાં તથા સાધર્મિક પ્રેમ વિશેષ રીતે દીપી ઉઠે છે. આ રીતે તેમનામાં ઘણી ઉચા પ્રકારની ધર્મભાવનાએ વાસ કરેલ છે.
લીલાવતી બહેનમાં કૌટુંબીક સ્નેહ પણ વિશેષ રીતે ખીલેલ છે. ધર્મકાર્યથી પિતાનું જીવન સફળ કરી સુશ્રાવિકા બની રહેલ છે. વ્રત અને નિયમથી શ્રાવિકા પદનું આરાધન કરાય છે. તે નિયમ પ્રમાણે તેઓ તેમાં સદા પ્રવૃત્તિશીલ રહ્યા છે. શ્રી રતિભાઈના વિચાર અને આદર્શોને અનુકૂળ રહી, સુસંગત કાર્યોમાં લીલાબહેન સાથ આપતા.
જૈન ધર્મના સિદ્ધાંતેમાં શ્રી રતિભાઈને અવિચળ શ્રદ્ધા હતી. તેઓશ્રી ધર્મના અગ્રગણ્ય મુનિમહારાજે અને મહાસતિજીઓના ચારિત્ર તથા જીવનમાથી વારંવાર પ્રેરણા મેળવતા હતા. વિશાળ અને વ્યાપક જૈનધર્મ તેમને જીવન દીપ હતે. (દરીયાપુરી સ પ્રદાય) ૫, તારાબાઈ મહાસતિજી (તેમના સાંસારિક બહેન) તથા પૂ શ્રી. વસુમતીબાઈ મહાસતિજી (તેમના સાંસારિક સાળી) વિગેરેનું જીવન હમેશા તેમની નજર સમક્ષ રહેલું તેમના પવિત્ર જીવનમાંથી તેઓ હમેશા અખૂટ ધર્મશ્રદ્ધા અને પ્રેરણા મેળવતા અમદાવાદમાં આવ્યા બાદ જૈનધર્મદિવાકર, શાસ્ત્રોદ્ધારક, પરમપૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલ મ. સા. ના સમાગમમાં અવારનવાર આવતા અને કલાક સુધી બેસી ધર્મબળ મેળવતા. તેમના ધર્મપત્ની લીલાબહેન પણ વખતેવખત પૂજ્ય મ સા. ના અચૂક પ્રયત્ન કરી રહ્યા છે ધાર્મિક સંસ્કારની સુવાસ શ્રી રતિભાઈના સર્વ કુટુંબીજનેમા આજે પણ મઘમઘી રહેલ છે.
શ્રી રતિભાઈ વિદ્વાન હતાં છતાં તેમની વિદ્વત્તા બીજાને આજી નાખવા માટે ન હતી પરંતુ તે અન્યને સહાયભૂત થવા કઈક જાણવા મેળવવા માટે હતી ગમે તેવા કૂટ પ્રશ્નને સાદી સમજદારીથી સમજાવવાની તેમની અતર સૂજ હતી.