________________
।
ગુરુ કહે
હસતાં રમતાં મોક્ષ
ગુરુ કહે છે કે હસતાં રમતાં મોક્ષ, મોક્ષ એ વળી શું છે ?
એ ડિગ્રી કે પદવી કે વળી કોઈ વસ્તુ છે ?
એમને તો પામવા કરવાં પડે છે દિન રાત એક પરિશ્રમ કરીએ, મહેનત કરીએ તો પણ ન મળે તો પછી કેમ ગુરુ કહે હસતાં રમતાં મોક્ષ?
38
મોક્ષ તો સિધ્ધોનું સ્થાન છે, એ તો સૌથી મોટું પદ છે
એ પામવા તો લાગે ભવોના ભવ
ને કરવું પડે ખૂબ કઠીન પરિશ્રમ તો પછી કેમ ગુરુ કહે હસતાં રમતાં મોક્ષ?
અરિહંતો મોક્ષમાં રહે, માનવી તો જીવન ભર એમને પૂજે. દેરાસરો બને, તીર્થો બને, રોજ થાય દીવા ને આરતી તો પણ મોક્ષનો તો રસ્તો પણ ન જડે
તો પછી કેમ ગુરુ કહે હસતાં રમતાં મોક્ષ ?
ગુરુની વાત તો સદા સાચી શિષ્યને વિશ્વાસ કરી પામવું આનું રહસ્ય ગુરુ કહે કે અહીયાં જ તું ભૂલ્યો શિષ્ય
મોક્ષ નથી કોઈ ડિગ્રી, પદવી કે વસ્તુ
તો પછી કેમ ગુરુ કહે હસતાં રમતાં મોક્ષ ?
|