SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨) લાયબ્રેરીયનના અભાવે બંધ હાલતમાં રહેલા જ્ઞાનભંડારોના પુનઃ જીર્ણોદ્ધાર સ્વરૂપે તેમાં રહેલા પુસ્તકોને વ્યવસ્થિત ગોઠવવા, કવર અને લેબલ લગાવવા તથા પુસ્તકોનું લીસ્ટીંગ કરવું જેથી તે ગ્રંથો ઉપયોગમાં આવે, તે થકી જ્ઞાનભંડારો નવજીવન પામે, અને આપણો જ્ઞાનનો વારસો જળવાઈ રહે. ૩) પુસ્તકોની લેવડ-દેવડ માટે લાયબ્રેરીયનની વ્યવસ્થા ગોઠવવી, તેમાં જૈન સાધર્મિક ભાઈઓને આ કાર્ય માટે નિયુકત કરવા. ભારતભરના ૪૫૦ જ્ઞાનભંડારો માટે ૪૫૦ જૈન સાધર્મિકને નિયુકત કરવા દ્વારા જ્ઞાનભકિતની સાથે સાથે સાધર્મિક ભકિત પણ થાય એવો એક પ્રયત્ન છે. આપશ્રીના નિશ્રામાં ઉજવાઈ રહેલ અંજનશલાકા / પ્રતિષ્ઠા / ઉપધાન / છ'રી પાલિત સંઘ / દીક્ષા / ચાતુર્માસ / તપશ્ચર્યા / પારણા/ પદ પ્રદાન / સંયમશતાબ્દિ આદિ મહોત્સવનું નિમિત્ત પામીને આપશ્રીની પ્રેરણાથી ચાલતા જ્ઞાનભંડાર અગર તો આપશ્રીની જાણકારીમાં હોય એવા એક જ્ઞાનભંડારના પુનઃજીર્ણોદ્ધારનું કાર્ય શ્રુત સંગમની મદદથી થાય એ માટે એ જ્ઞાનભંડારના સંચાલકોને પ્રેરણા કરવા વિનંતી છે. જેથી વધુમાં વધુ જ્ઞાનભંડારોને આપણે પૂજય સાધુ સાધ્વીજી ભગવંતો તેમજ અભ્યાસુ જિજ્ઞાસુ જ્ઞાનપિપાસુ વાચકો સુધી પહોચાડવાનું એક મંગલ કાર્ય કરીને જ્ઞાનની ભકિત અને સાથે સાથે સાધર્મિક ભકિત કરી શકીએ. આ તબકકે શ્રી સંઘ જ્ઞાન ક્ષેત્રના પુનરુત્થાન માટે પ્રયત્નશીલ દરેક ગુરુ ભગવંતો તેમજ સંસ્થાઓને બિરદાવે છે. તેમજ “વાંચન-આંદોલન પુસ્તક દ્વારા વાચકોને વાંચનમાં સરળતા રહે તે માટે પ્રયાસ કરનારા ૫.પૂ. આ.ભગવંત જગચંદ્રસૂરીશ્વરજી (ડહેલાવાળા) ને નતમસ્તકે લાખ લાખ વંદના સહિત ધન્યવાદ પાઠવે છે. એજ લી. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘના વંદન નોંધી લો ડાયરીમાં જ્ઞાનભંડારના સંચાલકો પોતાના સંઘના જ્ઞાનભંડારના લિસ્ટને કોમ્યુટરાઈઝ કરાવવા માટે તથા વાચકો પોતાને જોઈતી પુસ્તક નજીકના કયા જ્ઞાનભંડારમાંથી સહેલાઈથી મળશે તે જાણવા માટે નિઃસંકોચ નીચેના સંપર્ક સૂત્રોનો ઉપયોગ કરી શકશે. Web: www.shrutsangam.com Email : info@shrutsangam.com ડેટા એન્ટ્રી સેન્ટર કોન્ટેક નંબર કલ્પેશ હેકકડ મો. ૯૭૬૯૯ ૨૧૦૭૦/ રાજેશ જૈન મો. ૯૩ર૩૧૧રરર૯ સંદિપ શાહ મો. ૯૩૭૧૬ ૫૪પ૧૪ | રૂષભ વસા મો. ૯૮૧૯૮૮૭૧૧૦ 86
SR No.009257
Book TitleVanchan Andolan
Original Sutra AuthorN/A
AuthorJagacchandrasuri
PublisherGovalia Tank Jain Sangh Mumbai
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy