________________
16
નોબલાટ : ‘ભલે એમ રાખો.’
પૂતળાને ઘરના ભોંયરામાં મૂકી ઉપર કપડાંના ચીંથરાં ગોઠવી દીધા અને પિતાજીને કહ્યું : ‘બાપુજી ! આના ઉપર રોજ પાણી છાંટી એને ભીનું રાખજો, હું આવતા વેકેશને આવીશ ત્યારે આગળ કામ વધારીશ.’ ‘ભલે બેટા.’
ઓગસ્ટ મહિને વેકેશન પડતાં ઘરે આવીને ડગ્લાસ સીધો ભોંયરામાં પહોંચ્યો. મૂર્તિનું કામ આગળ વધારવા કેટલાય વખતથી મિનારાઓ ચણતો હતો.
સ્ટેચ્યુ ઉપરથી ચીંથરા હટાવ્યા ને મૂર્તિના હાલ-હવાલ જોતાં ચિત્કારી ઉઠ્યો ! ‘ઓ બાપરે !’
ચિંથરા માત્ર પલાળવાના હતા ને બાપાએ તા રોજ મૂર્તિને નવડાવે રાખી લાગે છે. માથું સાવ બેસી ગયું છે, એક કાન જૂદો પડી ગયો છે, મોંઢાનો આકાર તો સાવ બદલાઈ ગયો છે.
આઘાત એવો જોરદાર લાગ્યો કે ડગ્લાસ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડયો. હવે શું કરવું તે સૂઝતું નથી.
ડગ્લાસની મા ઘણી સમજદાર અને ઉંડી કોઠાસૂઝ ધરાવતી હતી. પળમાં એ બધું પામી ગઈ. ભોંયરાના પગથિયા ઉતરી ડગ્લાસ પાસે આવી. એના હાથમાં એક પુસ્તક હતું.
પણ ડગ્લાસનું મન અત્યંત વિષાદ અને હતાષાથી ઘેરાયેલું હતું. ‘આવ મા, કેમ છે મા ?' જેવા શબ્દો પણ એના મોમાંથી નીકળ્યા નહી. ‘બેટા ! તે આ ચોપડી વાંચી છે ?’
‘ના મા ! મને ચોપડી-બોપડી વાંચવાની જરાય ઈચ્છા નથી.’ ‘પણ બેટા ! આ પુસ્તક તો છે ફ્રેન્ચ ક્રાંતિનો ઈતિહાસ !' ‘તે હશે, મારે શું ?’
જો દિકરા ! થોમસ કાર્લાઈલે આ પુસ્તક લખેલું. લખાણના કાગળો
એણે એના મિત્રને આપ્યા. એ મિત્રે વળી એના બીજા મિત્રને આપ્યા એના ઘરની નોકરડીએ રદ્દી કાગળો સમજીને બાળી નાંખ્યા.’
બિચારો કાર્બાઈલ પણ મારા જેવો અભાગિયો ! પછી શું થયું મા ?”
પુસ્તક પ્રેરણા આપે છે.