________________
ધર્મનું પુસ્તક ઘરમાં રાખવાથી જ્ઞાનની આરાતના થાય ખરી ?
Q A
કેટલાક શ્રાવકોની અને વિશેષ પ્રકારે શ્રાવિકાઓની એવી માન્યતા હોય છે કે ધર્મનું પુસ્તક ઘરમાં રાખીએ તો પુસ્તકની અર્થાત્ જ્ઞાનની આશાતના થાય. પરંતુ એમની આ માન્યતા અજ્ઞાનના ઘરની હોવાથી અહિતકર છે, અકલ્યાણકારી છે.
જિનાજ્ઞા મુજબ લખાયેલું ધર્મનું પુસ્તક ઘરમાં રાખવાથી જ્ઞાનની આશાતના થાય એમ માનીને ધર્મના પુસ્તકને ઘરમાં રાખવાની ના પાડવી કે અનિચ્છા દર્શાવવી, એ જ ધર્મના પુસ્તકનો મોટામાં મોટો અનાદર છે અને ધર્મના પુસ્તકનો અર્થાત્ જ્ઞાનનો અનાદર કરવો એ પણ ધર્મના પુસ્તકની અર્થાત્ સમ્યજ્ઞાનની મોટી આશાતના છે.
કપડામાં જૂ પડવાનો ભય હોય ત્યારે જૂ ન પડે એની કાળજી રખાય, પણ જૂ પડવાના ભયથી કપડાંનો ત્યાગ ન થાય. જૂ પડવાના ભયથી કપડાનો ત્યાગ કરનાર પાગલ ગણાય. જૂ પડવાના ભયથી સમૂળગો કપડાંનો જ ત્યાગ કરી દેનાર પાગલના શા હાલ થાય તે વિચારવા યોગ્ય છે. એવી જ રીતે ધર્મના પુસ્તકની અર્થાત્ જ્ઞાનની આશાતનાનો ભય હૃદયમાં રખાય, આશાતના ન થાય એ માટેની પૂરતી કાળજી રખાય. આમ છતાં પ્રમાદથી થૂંક લાગવું. પગ લાગવો, પુસ્તક હાથમાંથી પડી જવું વગેરે દ્વારા આશાતના થઈ જાય, ત્યારે ગીતાર્થ ગુરુભગવંતો પાસે વિધિપૂર્વક આલોચના પ્રાયશ્ચિત કરીને લાગેલા દોષોનું નિવારણ કરાય, પણ આશાતનાના ભયથી ધર્મના પુસ્તકનો અર્થાત્ સમૂળગો જ્ઞાનનો જ ત્યાગ ન કરાય.
જે આશાતનાનો ભય આશાતના ન થાય એની કાળજી રખાવનારો છે, એ આશાતનાનો ભય હિતકર છે, આત્માનું કલ્યાણ કરનારો છે. જે આશાતનાનો ભય આશાતના ન થાય એની કાળજી રખાવવાને બદલે સમૂળગો ધર્મના પુસ્તકનો અર્થાત્ સમ્યગ્ જ્ઞાનનો
Q
&
A
11