________________
વૈરાગ્યવર્ષા ]
10
[ વૈરાગ્યવર્ધા આ રીતે ગુરુદેવની વૈરાગ્યવાણીનાં શ્રવણપૂર્વક અને દેવગુરુના શરણની ભાવનાપૂર્વક શ્રી હીરાચંદભાઈ માસ્તર સ્વર્ગવાસ પામ્યા.
3 ગુરુદેવ પ્રત્યે ક્ષમાપના-સ્તુતિ ) ગુરુદેવ! તારા ચરણમાં ફરી ફરી કરું હું વંદના,
સ્થાપી અનંતાનંત તુજ ઉપકાર મારા હૃદયમાં.૧, કરીને કૃપાદૃષ્ટિ, પ્રભુ! નિત રાખજો તુમ ચરણમાં, રે! ધન્ય છે એ જીવન જે વીતે શીતળ તુજ છાંયમાં.૨. ગુરુદેવ! અવિનય કંઈ થયો, અપરાધ કંઈ પણ જે થયા, કરજો ક્ષમા અમ બાળને, એ દીનભાવે યાચના.૩. મન-વચન-કાય થકી થયા જાણ્યે-અજાણ્યે દોષ જે, કરજો ક્ષમા સૌ દોષની, હે નાથ! વિનવું આપને.૪. તારી ચરણ સેવા થકી સૌ દોષ સહેજે જાય છે, ક્રોધાદિ ભાવ દૂર થઈ ભાવો ક્ષમાદિક થાય છે.પ. ગુરુવર ! નમું હું આપને, જીવનના આધારને, વૈરાગ્યપૂરિત જ્ઞાન-અમૃત સીંચનારા મેઘને.. મિથ્યાત્વભાવ મૂઢ થઈ નિજતત્ત્વ નહિ જાણ્યું અરે ! આપી ક્ષમા એ દોષની આ પરિભ્રમણ ટાળો હવે.૭. સમ્યકત્વ-આદિક ધર્મ પામું, તુજ ચરણ-આશ્રય વડે, જય જય થજો પ્રભુ આપનો, સૌ ભક્ત શાસનના ચહે.૮.
શ્રીમદ્ રાજચંદ્રકૃત અનિત્યાદિ ભાવના
અનિત્ય ભાવના વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ!
અશરણ ભાવના સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્વાશે.
એકત્વ ભાવના શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ-આત્મ પોતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે.
રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂઝયો ત્યાં કકળાટ કંકણતણો, શ્રોતી નમિભૂપતિ; સંવાદે પણ ઈંદ્રથી દઢ રહ્યો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું.
અન્યત્વ ભાવના ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં ભૂત સ્નેહિયો સ્વજન કે, ના ગોત્ર, કે જ્ઞાતિ ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના, રે રે! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના.
દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્યવેગે ગયા; છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્ય જ્ઞાની થયા;