________________
૧૬૫
[વૈરાગ્યવર્ધા
[૬]
હું તો જ્ઞાન છું એવી શ્રદ્ધાથી જ્ઞાની વજપાત થાય તોપણ ડગતા નથી ને નિજસ્વરૂપની શ્રદ્ધાને છોડતા નથી. શરીર ભલે મોળું પડે પણ આત્માના ભાવ તેજ રાખવા.
-પૂજ્ય ગુરુદેવ
(અંતિમ સપ્તાહ, તા. પ-૧૧-૬૩ થી ૧૧-૧૧-૬૩)
જ્ઞાનનું અચિત્ય માહાભ્ય છે. અનંત આકાશને ને અનંતકાળને જ્ઞાન ગળી જાય છે. અનંત-અમાપ આકાશના પૂરા અસ્તિત્વનો નિર્ણય શ્રુતજ્ઞાન પણ કરી લે છે, તો રાગરહિત પૂર્ણજ્ઞાનમાં કેટલી તાકાત હશે!! આવા આવા તો અનંતગુણની તાકાતવાળું દ્રવ્ય અંદર પડ્યું છે.-એના વિચારમાં રહેવું. આ શરીરનું માળખું તો હવે રજા માગે એવું છે. ચૈતન્ય તો નક્કરપિંડ છે, ને આ શરીર તો ખોખું છે.
ભેદજ્ઞાન વડે દારૂણ વિદારણ કરીને-ઉગ્ર પુરુષાર્થ વડે રાગને આત્માથી અત્યંત જુદો કરવો. મારા જાગૃત ચૈતન્યસ્વરૂપમાં રાગ નથી, ને રાગમાં ચૈતન્યનો પ્રકાશ નથી. રાગ નથી ચૈતન્યદ્રવ્યનો, નથી ગુણનો, કે જડનો.-એની તો ત્રિશંકુ જેવી દશા થઈ. રાગ તો અદ્ધરનો ક્ષણિકભાવ છે, એના મૂળિયા કાંઈ ઊંડા નથી.
‘નમ: સમારHIRIT' એ મંગળ બ્લોકમાં આચાર્યદેવે શુદ્ધ આત્માનું અસ્તિત્વ તેનો જ્ઞાનગુણ તેની સ્વાનુભૂતિરૂપ નિર્મળદશા અને કેવળજ્ઞાનનું સામર્થ્ય-એ બધું બતાવી દીધું છે એક શ્લોકમાં
વૈરાગ્યવર્ષા ] ઘણું ભરી દીધું છે. આવા વિચારમાં રહેવું. બહારમાં તો થવું હોય તેમ થશે.
(તા. ૮) શ્રી માસ્તરે ભકિતથી કહ્યું : ગુરુદેવ! આપે મારા ઉપર ઘણી કૃપા કરી છે, આપનો ઘણો ઉપકાર છે. ગુરુદેવે વૈરાગ્યથી કહ્યું : જુઓને સંસારની સ્થિતિ : રાજકોટના મૂળજીભાઈ આજે એકાએક હાર્ટફેઇલથી ગૂજરી ગયા. રાજકોટમાં માનસ્તંભ અને સમવસરણ માટે તેમને ઘણી હોંશ હતી-પણ દેહની સ્થિતિનું તો આવું છે-માટે તૈયારી કરીને જાગૃત રહેવું. સમયસારમાં કહે છે કે ઘોર-પ્રચંડ કર્મ ઉદયમાં આવવા છતાં ધર્મજીવ પોતાના સ્વરૂપથી ડગતા નથી; સાતમી નરકની વેદના પરિષહ વચ્ચે પણ સમકિતી ધર્માત્મા નિજસ્વરૂપની શ્રદ્ધાને છોડતા નથી. ‘હું જ્ઞાન છું' એવી શ્રદ્ધાથી જ્ઞાની વજપાત થાય તોપણ ડગતા નથી-અહીં તો શું પ્રતિકૂળતા છે? જડમાં ફેરફાર થાય તેમાં આત્માને શું છે? સંસાર તો આવો જ છે. કોઈને જીર્ણ શરીર હોય છતાં લાંબો કાળ ટકે, કોઈને સારું શરીર હોય છતાં ક્ષણમાં ફૂ થઈને ઊડી જાય. આ દેહના શા ભરોસા? મૂળજીભાઈ કહેતા : મહારાજસાહેબ! અમારે તો મોટું કામ છે ને મોટો મહોત્સવ કરવો છે. માસ્તર પણ પ્રવચન મંડપમાં બેઠા જ હોય ને નવા નવા માણસોને કંઈક શીખવતા હોય.-હવે તો આત્માનું કામ કરવાનું છે. શરીરની શક્તિ તો ભલે મોળી પડે...પણ આત્માનાં ભાવ તેજ રાખવા.
આત્માનો સ્વભાવ સ્વસહાય છે, પોતે જ પોતાનું શરણ છે; બીજે કયાંય શરણ નથી, બીજું કોઈ સહાયક નથી. આત્મા સિવાય બીજે કયાંય નજર નાખે શરણ મળે તેમ નથી. ચૈતન્યસ્વભાવ સામે નજર કરીને તેનું શરણ કરવું. સ્વશરણ એ જ સહાય છે.