________________
૧૧૫
[વૈરાગ્યવર્ધા
(શ્રી સારસમુરચય) * આત્મસ્વરૂપમાં જ આત્મબુદ્ધિવાળો અંતરાત્મા શરીરની ગતિને-શરીરના વિનાશને આત્માથી ભિન્ન માને છે અને મરણના અવસરને એક વસ્ત્રને છોડી બીજા વસ્ત્રનું ગ્રહણ કરવાની જેમ સમજી પોતાને નિર્ભય માને છે. ૪૮૪. (8ી સમાધિતંત્ર)
* જો ઝુંપડીમાં આગ લાગી જાય તો તે ઝુંપડીમાં લાગેલી અગ્નિ ઝુંપડીને જ બાળે છે, પરંતુ તેની અંદર રહેલા આકાશને (-ખાલી જગ્યાને) બાળતી નથી; તેવી રીતે જે શરીરમાં નાના પ્રકારે રોગ ઉત્પન્ન થાય છે તે રોગ તે શરીરને નષ્ટ કરે છે, પરંતુ તે શરીરમાં રહેલા નિર્મળ જ્ઞાનમય આત્માને નષ્ટ કરતો નથી. ૪૮૫.
શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) * સંસારમેં ઐસા કોઈ સુખ ઔર દુઃખ નહીં હૈ જો મૈને નહીં ભોગા. કિંતુ જૈનાગમરૂપી અમૃતકા પાન મને સ્વપ્નમે ભી નહીં કિયા. ઇસ અમૃતકે સાગરકી એક બૂદકો ભી જો ચખ લેતા હૈ વહ પ્રાણી ફિર કભી ભી જન્મરૂપી અગ્નિકા પાત્ર નહીં બનતા. અર્થાત્ જૈનશાસ્ત્રોંકા થોડાસા ભી સ્વાદ જિસે લગ જાતા હૈ વહ ઉનકા આલોકન કરકે ઉસ શાશ્વત સુખકો પ્રાપ્ત કરી લેતા હૈ ઔર ફિર ઉસે સંસારમેં ભ્રમણ કરવા નહીં પડતા. ૪૮૬.
(શ્રી ઉપાસક-અધ્યયન) * ઘેલા લોકો તને ઘેલો-ગાંડો કહે તો તેથી તું ક્ષુબ્ધ થઈશ મા, લોકો ગમે તેમ બોલે, તું તો મોહને ઊખેડીને મહાન સિદ્ધિનગરીમાં પ્રવેશ કરજે. ૪૮૭. (શ્રી પાહુડ-દોહા)
કે પોતાના આત્માના ઉદ્ધારની ચિંતા કરવી તે ઉત્તમ ચિંતા
વૈરાગ્યવર્ષા ]
૧૧૬, છે, શુભરાગના વશે બીજા જીવોનું ભલું કરવાની ચિંતા કરવી તે મધ્યમ ચિંતા છે, કામભોગની ચિંતા કરવી તે અધમ ચિંતા છે અને બીજાનું અહિત કરવાનો વિચાર કરવો તે અધમથી અધમ ચિંતા છે. ૪૮૮.
(શ્રી પરમાનંદસ્તોત્ર) * ચંદ્ર, સૂર્ય, વાયુ અને પક્ષી આદિ આકાશમાં જ ગમન કરે છે; ગાડી આદિનું આવાગમન પૃથ્વી ઉપર જ થાય છે તથા મસ્યાદિ જળમાં જ સંચાર કરે છે. પરંતુ યમ (મૃત્યુ) આકાશ, પૃથ્વી અને જળમાં બધા સ્થળે પહોંચે છે. તેથી સંસારી પ્રાણીઓનો પ્રયત્ન કયાં થઈ શકે? અર્થાતુ કાળ જો બધા સંસારી પ્રાણીઓનો કોળિયો કરી જતો હોય તો તેનાથી બચવા માટે કરવામાં આવતો કોઈ પણ પ્રાણીનો પ્રયત્ન સફળ થઈ શકતો નથી. ૪૮૯.
(શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) * જબ યહ મરણકે સન્મુખ હોતા હુઆ જીવ ઇસ શરીરકો છોડકર દૂસરેમેં જાતા હૈ તબ જિનેન્દ્રકથિત ધર્મકો છોડકર કોઈ દૂસરા રક્ષક નહીં હૈ. ૪૯૦.
(શ્રી સારસમુચ્ચય) કે જે જ્ઞાન દુઃખ વિના ભાવવામાં આવે છે તે ઉપસર્ગાદિ દુઃખો આવી પડતાં નાશ પામે છે, માટે મુનિએ પોતાની શક્તિ અનુસાર કાયકલેશાદિરૂપ દુઃખોથી આત્માની શરીરાદિથી ભિન્ન ભાવના ભાવવી. ૪૯૧.
(શ્રી સમાધિતંત્ર) * જગતમાં બીજા જીવોની ચોકી વિના આત્મગુણો ધરનાર જીવો બહુ અલ્પ છે. બહુધા જગતવાસી જીવો લોકનિંદાના ભયથી જ પૂર્વ મહાપુરુષોએ યોજેલી સુંદર બાહ્ય મર્યાદામાં પ્રવર્તે છે અને તે પણ હિતકારક છે. ભગવાનનો અને આત્મમલિનતાનો જીવને જેટલો ભય નથી એટલો જગતનો ભય જીવોને મર્યાદામાં રાખી