________________
૯૩
[ વૈરાગ્યવર્ધા ( સારસમુચ્ચર
* પ્રાણિયો જિસ દોષકો તીવ્ર મિથ્યાત્વરૂપ શત્રુ કરતા હૈ ઉસે યહાં ન સિંહ કરતા હૈ, ન સર્પ કરતા હૈ, ન હાથી કરતા હૈ, ન રાજા કરતા હૈ ઔર ન અતિશય ક્રોધકો પ્રાપ્ત હુઆ બલવાન શત્રુ ભી કરતા હૈ. (તાત્પર્ય થા કિ પ્રાણિયોંકા સબસે અધિક અહિત કરનેવાલા એક વા મિથાત્વ હી હૈ.) ૩૮૨.
(શ્રી સુભાષિતરત્નસંદોહ)
* જેમ કોઈ મૂર્ખ સુવર્ણના થાળમાં ધૂળ ભરે છે, અમૃત વડે પોતાના પગ ધૂએ છે, શ્રેષ્ઠ હાથી ઉપર લાકડાનો ભાર ઉપડાવે છે તથા કાગડાને ઉડાડવા માટે પોતાના હાથ વડે ચિંતામણિ ફેંકી ઘે છે તેમ અજ્ઞાની જીવ પ્રાપ્ત થયેલ અત્યંત દુર્લભ મનુષ્યજન્મને પ્રમાદને વશ થઈને વ્યર્થ ગુમાવે છે. ૩૮૩, (શ્રી સૂક્ત-મુકતાવલી)
* જેમ કોઈ મનુષ્ય બહુમૂલ્ય ચંદનને અગ્નિ માટે બાળે છે, તેમ અજ્ઞાની જીવ વિષયોની વાંછામાં નિર્વાણનું કારણ જે મનુષ્યભવ તેનો નાશ કરે છે. ૩૮૪. (શ્રી ભગવતી આરાધના)
* દુર્લભ મનુષ્યપણું પામી જે ઇન્દ્રિય-વિષયોમાં રમે છે તે રાખને માટે દિવ્ય અમૂલ્ય રત્નને બાળે છે. ૩૮૫.
( સ્વાદને જાનથા
* જેમ કોઈ મૂર્ખ મનુષ્ય રાખને માટે અતિ મૂલ્યવાન ચંદનને બાળી નાંખે તેમ જ્ઞાની જીવ વિષયોના લોભથી મનુષ્યભવને નષ્ટ કરે છે.
જેમ કોઈ મૂર્ખ મનુષ્ય રત્નદ્વીપમાં જઈને પણ ત્યાંના રત્નોને છોડીને લાકડાનો ભાર લઈ આવે તેમ મનુષ્યભવરૂપી રત્નદ્વીપમાં
વૈરાગ્યવાં ]
૯૪ આવીને પણ અજ્ઞાની જીવ ધર્મરત્નોને છોડીને ભોગોની અભિલાષા કરે છે.
જેમ નંદનવનમાં જઈને પણ કોઈ મૂર્ખ મનુષ્ય અમૃતને છોડીને વિષ પીવે, તેમ મનુષ્યભવરૂપી નંદનવનમાં આવીને પણ અજ્ઞાની જીવ ધર્મ-અમૃતને છોડીને ભોગની અભિલાષારૂપ ઝેર પીવે છે. ૩૮૬. (શ્રી ભગવતી આરાધના)
* જેમ ચિન્તામણિરત્ન મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે તેમ જ ત્રસનો પર્યાય મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. (ત્યાં પણ) ઇયળ, કીડી, ભમરો વગેરેના શરીરો વારંવાર ધારણ કરીને મરણ પામ્યો અને ઘણી પીડા સહન કરી. ૩૮૭. (શ્રી છઢાળા)
* આ જગતમાં અનંત જીવ એવા છે કે જેને સીન્ક્રિયાદિ સ્વરૂપની પ્રાપ્તિ કદી થઈ નથી. મિથ્યાત્વાદિ ભાવથી ભરેલ જીવ સર્વ કાળ નિગોઠવાસને છોડતાં નથી. સુક્ષ્મ વનસ્પતિરૂપથી રહેલ એવા જીવ અનંત છે. (આ સંસારમાં જીવને ત્રસપણું પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે.) ૩૮૮. ( મૂક્તાર
* તિર્યંચમાંથી નીકળી મનુષ્યગતિ પામવી અતિ દુર્લભ છે. જેમ ચાર પંથ વચ્ચે રત્ન પડી ગયું હોય તો તે મહાભાગ્ય હોય તો જ હાથમાં આવે છે તેમ, (માનવપણું) દુર્લભ છે. વળી આવો દુર્લભ મનુષ્યદેહ પામીને પણ જીવ મિથ્યાર્દષ્ટિ બની પાય ઉપજાવે છે. ૩૮૯. (શ્રી સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા)
* નરભવ કાંઈ સદા તો રહે નહિ, સાક્ષાત્ મોક્ષસાધન જ્ઞાનકળા આ ભવ વિના અન્ય જગ્યાએ ઊપજતી નથી. માટે વારંવાર કહીએ છીએ કે-નિજબોધકળાના બળ વડે નિજસ્વરૂપમાં રહો. નિરંતર એ જ યત્ન કરો. આવું વારંવાર કહેવું તો બાળક