________________
[૭]
[૮]
જ મોત માથે ભમે છે
,
+ આત્માનું હિત કરી લે છે
કે હમણાં તો મોટર-ટ્રેઈન-પ્લેન આદિના અકસ્માતથી કેટલાય માણસો મરી ગયાનું સંભળાય છે. આંખ ખૂલે ને સ્વપ્ન ચાલ્યું જાય, તેમ દેહ અને ભવ ક્ષણમાં ચાલ્યો જાય છે. હાર્ટફેઈલ થતાં ક્ષણમાં નાની-નાની ઉંમરમાં ચાલ્યા જાય છે, અરે ! આ સં....સા....૨! નરકમાં અનાજનો દાણો ન મળે, પાણીનું બિંદુ ન મળે ને પ્રતિકુળતાનો પાર નહીં એવી સ્થિતિમાં અનંતવાર ગયો પણ ત્યાંથી નીકળ્યો ત્યાં બધું ભૂલી ગયો. એનો જરા વિચાર કરે તો એ બધાં દુઃખથી છૂટવાનો રસ્તો શોધે. અહા! આવો માનવભવ મળ્યો છે અને આવું સત્ય સમજવાનો જોગ મળ્યો છે એમાં પોતાના આત્માનું હિત કરી લેવા જેવું છે.
મરણ તો આવવાનું જ છે જ્યારે બધુંય છૂટી જશે. બહારની એક ચીજ છોડતાં તને દુઃખ થાય છે, તો બહારનાં બધાંય દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ એકસાથે છૂટતાં તને કેટલું દુઃખ થશે? મરણની વેદના પણ કેટલી હશે? ‘મને કોઈ બચાવો’ એમ તારું હૃદય પોકારતું હશે. પણ શું તને કોઈ બચાવી શકશે? તું ભલે ધનના ઢગલાં કરે, વૈદ્ય-દાક્તરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, ટોળે વળીને ઊભેલાં સગાંસંબંધીઓ તરફ તું ભલે દીનતાથી ટગર ટગર જોઈ રહે, તોપણ શું કોઈ તને શરણભૂત થાય એમ છે? જો તે શાશ્વત સ્વયંરક્ષિત જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની પ્રતીતિ-અનુભૂતિ કરી આત્મારાધના કરી હશે, આત્મામાંથી શાન્તિ પ્રગટ કરી હશે, તો તે એક જ તને શરણ આપશે. માટે અત્યારથી જ તે પ્રયત્ન કર. ભવભ્રમણ કેટલાં દુઃખોથી ભરેલું છે તેનો ગંભીરતાથી વિચાર તો કર ! નરકનાં ભયંકર દુઃખોમાં એક ક્ષણ જવી પણ વસમી પડે
ત્યાં સાગરોપમ કાળના આયુષ્ય કેમ પૂરાં થયાં હશે? નરકનાં દુઃખ સાંભળ્યાં જાય એવાં નથી. પગમાં કાંટો વાગે તેટલું દુઃખ પણ તું સહન કરી શકતો નથી, તો પછી જેના ગર્ભમાં તેનાથી અનંતાનંતગુણાં દુઃખ પડ્યાં છે એવા મિથ્યાત્વને છોડવાનો ઉદ્યમ તું કેમ કરતો નથી? ‘માથે મોત ભમે છે' એમ વારંવાર સ્મરણમાં લાવીને પણ તે પુરુષાર્થ ઉપાડ કે જેથી ‘અબ હમ અમર ભયે, ન મરેંગે' એવા ભાવમાં તું સમાધિપૂર્વક દેહત્યાગ કરી શકે. જીવનમાં એક શુદ્ધ આત્મા જ ઉપાદેય છે.
-પૂજ્ય બહેનશ્રી
કે પોતાની પાછળ વિકરાળ વાઘ ઝપટું મારતો દોડતો આવતો હોય તો પોતે કેવી દોટ મૂકે? એ વિસામો ખાવા ઊભો રહેતો હશે? એમ આ કાળ ઝપટું મારતો ચાલ્યો આવે છે અને અંદર કામ કરવાના ઘણા છે એમ એને લાગવું જોઈએ.
* કોઈને ફાંસીનો ઓર્ડર થયો હોય અને ફાંસી આપવાની રૂમમાં લઈ જાય અને પછી કેવો ધ્રુજવા માંડે! તેમ સંસારના દુઃખથી જેને ત્રાસ ત્રાસ થઈ ગયો હોય એને માટે આ વાત છે.
-કરુણાસાગર પૂજ્ય ગુરુદેવ