________________
૧૯૩
[વૈરાગ્યવર્ધા લાગતી. જેવી રીતે કીચડમાં પડેલાં હાથીને તેનો પકડનાર મનુષ્ય અનેક પ્રકારથી લલચાવે પરંતુ હાથીને કીચડ ન રુચે એવી રીતે તેને જગતની માયા ન રુચિ. શાંતચિત્ત તે પિતાની ઇચ્છાથી અતિ ઉદાસ થયો. ઘરમાં રહીને સ્ત્રીઓ વચ્ચે રહીને પણ તીવ્ર અસિધારા વ્રત પાળતો. સ્ત્રીઓની વચ્ચે રહીને શીલવ્રત પાળવું, તેમનો સંસર્ગ ન કરવો તેનું નામ અસિધારાવત. મોતીઓના હાર, બાજુબંધ, મુકુટાદિ અનેક પ્રકારના આભૂષણ પહેરે છતાં આભૂષણોનો પ્રેમ નહીં. તે મહાભાગ્ય સિંહાસન ઉપર બેસીને પોતાની સ્ત્રીઓને જિનધર્મનો ઉપદેશ આપે. ત્રણકાળમાં જિનધર્મ સમાન બીજો કોઈ ધર્મ નથી. આ જીવ અનાદિકાળથી સંસારમાં ભટક્યા કરે છે, આ તો કોઈ પુણ્ય કર્મના યોગથી મનુષ્યદેહ મળ્યો છે. આ વાત જાણીને કોણ એવો પુરુષ સંસારરૂપી કૂવામાં પડે અથવા કોણ વિવેકી ઝેર પીવે અથવા પહાડના શિખર પર કોણ બુદ્ધિમાન સૂવાનું રાખે અથવા મણિની પ્રાપ્તિ માટે કોણ પંડિત નાગનું મસ્તક હાથથી સ્પર્શે? એ વિનાશ કરવાવાળા કામ-ભોગ પ્રત્યે જ્ઞાનીને ક્યાંથી રાગ ઊપજે? એક જિનધર્મનો પ્રેમ જ મહા પ્રશંસા યોગ્ય તથા મોક્ષના સુખનું કારણ છે વગેરે પારમાર્થિક ઉપદેશરૂપ વાણી સાંભળીને સ્ત્રીઓનું મન પણ શાંત થઈ ગયું તથા નાના પ્રકારના વ્રત-નિયમ ધારણ કર્યા. શીલવાન રાજાએ તેની સ્ત્રીઓને પણ શીલ વિષે દઢતા રાખવાનું શીખવ્યું. મન તથા ઇન્દ્રિયોને જીતી તે સમ્યગ્દષ્ટિ નિશ્ચલ ચિત્ત મહાધીર-વીરે ચોંસઠ હજાર વર્ષ સુધી કઠિન તપ કર્યું. ઘણા સમય બાદ સમાધિમરણ કરી પંચ નમસ્કારમંત્રનું સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કર્યો તથા છઠ્ઠા બ્રહ્મોત્તર વર્ગમાં અપાર ઋદ્ધિનો ધારક દેવ થયો.
ભૂષણના ભવમાં જે તેનો પિતા ધનદત્ત શેઠ હતો-વિનોદ
વૈરાગ્યવર્ષા ]
૧૯૪ બ્રાહ્મણનો જીવ તે મોહના યોગમાં અનેક કુયોનિમાં રખડતો જબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં પોદન નામની નગરીમાં અગ્નિમુખ નામના બ્રાહ્મણની શકુના નામની સ્ત્રીને મૃદુમતિ નામનો પુત્ર થયો. નામ તો મૃદુ પરંતુ સ્વભાવથી અતિ કઠોર, દુષ્ટ, મહા જુગારી, અવિનયી તથા અનેક પ્રકારના અપરાધોથી ભરેલો દુરાચારી થયો. લોકોના કહેવાથી માતા-પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો. તે રખડતો રખડતો એક વખત પોદનપુર નગરમાં આવ્યો. કોઈ એકના ઘરે પાણી પીવા અંદર ગયો તો એક બ્રાહ્મણી રડતી હતી, તેણે રડતાં રડતાં પાણી પીવડાવ્યું, ઠંડું મીઠું પાણી પીને તેણે બ્રાહ્મણીને પૂછ્યું કે તું શા માટે રડે છે? તો બ્રાહ્મણીએ કહ્યું કે તારા જેવો મારો પણ એક પુત્ર હતો તેને મેં ગુસ્સો કરીને ઘરમાંથી કાઢી મૂક્યો છે. તને દેખીને મારા પુત્રની યાદ આવતાં આંસુ આવે છે. ત્યારે તે રડતો રડતો કહેવા લાગ્યો કે હે માતા! તું રડ નહીં, તારો પુત્ર તે હું જ છું, બ્રાહ્મણીએ તેને પુત્ર જાણી રાખી લીધો એટલે મોહવશ તેના સ્તનોમાંથી દૂધ ઝરવા લાગ્યું. તે મૃદુમતિ તેજસ્વી, રૂપવાન, સ્ત્રીઓના મન હરનારો, ધૂર્તોનો શિરોમણિ, જુગારમાં સદા જીતનારો, દરેક કળા વિષે જાણનારો, કામ-ભોગોમાં આસક્ત, એક વસંતમાલા નામની વેશ્યાને અતિ પ્રિય હતો.
એક દિવસ મૃદુમતિ શશાંક નગરનાં રાજમહેલમાં ચોરી કરવા ગયો. રાજા નન્દિવર્ધનનું ચંદ્રમુખસ્વામીના મુખેથી ધર્મોપદેશ સાંભળી મને વૈરાગ્યથી ભરાઈ ગયું હતું. તેણે તેની રાણીને આવીને કહ્યું કે હે દેવી! મેં મોક્ષસુખના દેવાવાળા મુનિના મુખેથી ધર્મોપદેશ સાંભળ્યો કે આ ઇન્દ્રિયોના વિષય ઝેર સમાન દુઃખદાયી છે, તેનું ફળ નરક-નિગોદ છે. હું જિનેશ્વરી દીક્ષા ધારણ કરીશ. તું દુઃખી નહીં થતી. આવી રીતે સ્ત્રીને શિક્ષા દેતો સાંભળીને મૃદુમતિ