________________
(૪૨૧) ક્ષમાપનાના પત્રો
(શ્રીમદ્ રાજચંદ્ર)
પત્ર ૧૨૮
વવાણીઆ. ૧૯૪૬, પ્ર. ભા. સુ. ૬. પ્રથમ સંવત્સરી અને આજ દિવસ પયંત કોઈપણ પ્રકારે તમારો અવિનય, અશાતના, અસમાધિ મારા મન, વચન, કાયાના કોઈપણ યોગાધ્યવસાયથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાવું .
અંતર્ગાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી, વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં, આ ઈવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પવિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે “સમાધિ' ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે.
વળી સ્મરણ થાય છે કે, એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં, કે અન્યથા કરતાં, તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણ્યું. એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે.
. વળી સ્મરણ થાય છે કે, જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું. એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંતવાર છોડતાં, તેનો વિયોગ થયાં અનંત કાળ પણ થઈ ગયો, તથાપિ તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તેવો પ્રતિભાવ કર્યો હતો, તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો ? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.
વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો ? અર્થાત્ એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું! અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી! કહો, એ સ્મરણ થતાં આ ક્લેષિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ? અર્થાત્ આવે છે.