SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧૩) રાગ, દ્વેષ અજ્ઞાન મુખ્ય છે. કર્મ પુદ્ગલ છે; તેથી ભાવ થાય છે તે પોતાના મનાઈ જાય છે. માટે તેથી છૂટો. તેવા ભાવ તે આત્માના નથી. આત્માના મનાય છે. માટે આત્માના ભાવ લાવવા. આ આવ્યા, આ ગયા, આનું આમ, આ મરી ગયા, ક્યાં ગયા, બધા છે ને વળી જતા રહેશે. એકલો પડે તો ન ગમે, બધા હોય તો ન ગમે. આ બધાનું કરવું શું ? જીવ દિશામૂઢ થયો છે. શું કરવું ? બધાના ઉપાય હોય, આનો ઉપાય હોવો જોઈએ. -- નિમિત્ત છે તે ડોકીયા કરી જાય છે. આ બધાને શું કરવું છે ? સદાચારમાં રોકાઈ જા. તપ કર, વાંચ, વિચાર. કંઈક સદાચારમાં રોકાશે તો બીજું નિમિત્ત અટકશે. કૃપાળુએ કહ્યું છે ચુ. કહ્યું :- માન્યતા હોય તેમાં રહેવું. શ્રીએ કહ્યું :- તે તો છેજ તો. શ્રદ્ધા તે તો મોટી વાત છે. આ કહ્યું એટલે કંઈ કહેવાનું રહેતું નથી. બધાનું ટૂંકું કહ્યું છે પુરુષાર્થ. કર પુરુષાર્થ – સહાત્મસ્વરૂપ પરમગુરુ. ‘“ક્ષણે ક્ષણે પલટાતી વૃત્તિ નથી જોઈતી’' હાલતાં ચાલતાં રામ ભજ. આ જીવ અણસમજણથી આડોઅવળો પેસી જાય છે. કોઈ ગળું કાપે તો સહાત્મસ્વરૂપ પરમગુરુ - સમજણથી પેસી ન જવું. ','s"
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy