________________
(૩૮૮)
આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો, ભિન્નભાવરહિત, લોકસંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે.
સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દૃઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાનીપુરુષો સાક્ષી છે.
બીજા મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય તે તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજીએ યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છે; તેમ જ અન્ય જીવો પણ આત્માર્થ સન્મુખ થાય અને જ્ઞાનીપુરુષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે, રસાદિની લુબ્ધતા મોળી પાડે એ આદિ પ્રકારે એક આત્માર્થે ઉપદેશ કર્તવ્ય છે.
અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. એ જ વિનંતિ.
સર્વ મુમુક્ષુઓને નમસ્કાર પ્રાપ્ત થાય.
શ્રી સહજાત્મસ્વરૂપ.
પત્ર ૭૫૧
વવાણિયા, ફાગણ વદ ૧૧, રવિ, ૧૯૫૩
ૐ સર્વજ્ઞાય નમ :
‘આત્મસિદ્ધિ’માં કહેલા સમકિતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે.
આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉપદેશ્યાં છે :(૧) આ પુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ,