________________
(૩૭૩)
પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે જીવપ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે.
એ જે લક્ષણો યાં તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે,જે જાણવાથી જીવ જાણ્યો છે તે લક્ષણો એ પ્રકારે તીર્થંકરાદિએ કહ્યાં છે.
પત્ર ૪૫૦
મુંબઈ, જેઠ સુદ ૧૫, ભોમ, ૧૯૪૯
“જીવ તું શીદ શોચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્ત તું શીદ શોચના ધરે ? કૃષ્ણને કરવું હોય તે કરે.’’ દયારામ પૂર્વે જ્ઞાનીપુરુષો થઈ ગયા છે, તે જ્ઞાનીમાં ઘણા જ્ઞાનીપુરુષો સિદ્ધિજોગવાળા થઈ ગયા છે, એવું જે લોકકથન છે તે સાચું છે કે ખોટું, એમ આપનું પ્રશ્ન છે, અને સાચું સંભવે છે, એમ આપનો અભિપ્રાય છે. સાક્ષાત્ જોવામાં આવતું નથી, એ વિચારરૂપ જિજ્ઞાસા છે.
કેટલાક માર્ગાનુસારી પુરુષો અને અજ્ઞાન યોગીપુરુષોને વિષે પણ સિદ્ધિજોગ હોય છે. ઘણું કરી તેમના ચિત્તના અત્યંત સરળપણાથી અથવા સિદ્ધિજોગાદિને અજ્ઞાનજોગે સ્ફુરણા આપવાથી તે પ્રવર્તે છે.
સમ્યક્દષ્ટિપુરુષો કે જેનો ચોથે ગુણઠાણે સંભવ છે, તેવા જ્ઞાનીપુરુષોને વિષે ક્વચિત્ સિદ્ધિ હોય છે, અને ક્વચિત્ સિદ્ધિ હોતી નથી. જેને વિષે હોય છે, તેને તે સ્ફુરણા વિષે પ્રાયે ઈચ્છા થતી નથી; અને ઘણું કરી જ્યારે ઈચ્છા થાય છે ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તો થાય છે; અને જો તેવી ઈચ્છા થઈ તો સમ્યક્ત્વથી પડવાપણું તેને ઘટે છે.
પ્રાયે પાંચમે, છઠે ગુણઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિોગનો વિશેષ સંભવ થતો જાય છે; અને ત્યાં પણ જો પ્રમાદાદિ જોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તો પ્રથમ ગુણઠાણાને વિષે સ્થિતિ થવી સંભવે છે.
સાતમે ગુણઠાણે, આઠમે ગુણઠાણે, નવમે, દશમે ઘણું કરી પ્રમાદનો અવકાશ ઓછો છે. અગિયારમે ગુણઠાણે સિદ્ધિજોગનો લોભ સંભવતો જાણી