________________
ૐ સર્વજ્ઞાય નમઃ
સત્સ્વરૂપને અભેદભાવે અને અનન્ય ભક્તિએ નમોનમઃ
પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર.
અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરૂદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર.
અહો ! જ્ઞાનીપુરુષની આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ ! અહો ! અહો ! વારંવાર અહો !