SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ છે . * * * * (૩૪૭) ૧. જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. ૨. સંસારને બંધન માનવું. ૩. પૂર્વ કર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા જેવો. તેમ છતાં પૂર્વ કર્મ નડે તો શોક કરવો નહીં. ૪. દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી – ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. • ૫. ન ચાલે તો પ્રતિશ્રોતી થા. ૬. જેમાંથી જેટલું થાય તેટલું કર. છે. પરિણામિક વિચારવાળો થા. અનુત્તરવાસી થઈને વર્ત. ૯. છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એ જ ભલામણ અને એ જ ધર્મ. $ - ( પત્ર ૧૦૩ મુંબઈ, માહ, ૧૯૪૬ કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે; મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજવલ્યમાન છે. સુધારણા કરતાં વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પપરિચયી થવું, અલ્પઆવકારી થવું, અલ્પભાવના દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુરુ થવું, પરિણામે વિચારવું, એ જ શ્રેયસ્કર છે. શ્રાદ્ધ એટલે શ્રાવક ધર્મ અને ઉત્પત્તિ એટલે પ્રગટતા
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy