________________
(૩૪૦) મહાનીતિમાંથી વાક્યો
(પત્ર ૧૯) ૧૦. ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો. ૪૯. સમ્યફપ્રકારે વિશ્વ ભણી દષ્ટિ કરું. ૧૩૦. ખોટી ઉદારતા સેવું નહીં. ૧૩૧. કૃપણ થાઉં નહીં. ૧૩૩. આજીવિકા માટે ધર્મ બોધ નહીં. ૧૭૦. અપૂજ્ય આચાર્યને પૂજું નહીં. ૧૭૧. ખોટું અપમાન તેને આપું નહીં. ૨૩૪. પરિષહ પ્રત્યેક પ્રકારે સહન કરું. ૨૮૩. ખોટી પ્રશંસા કરું નહીં. (મુ.બ્ર.ઉ.ગુ.સામાન્ય) ૩૦૨. ખોટી આશા કોઈને આપું નહીં. (ગુ.મુ.બ્ર.ઉ.) ૩૩૧. વિના ઉપયોગ દ્રવ્ય રજું નહી. (ગુ.ઉ.બ્ર.) ૩૩૬. દ્રવ્યનો ખોટો ઉપયોગ કરું નહીં. ૩૭. બંધનમાં પડ્યા પહેલાં વિચાર કરું (સા.) ૪૦૧. નીતિ વિના સંસાર ભોગવું નહી. (પૃ.). ૪૧૧. તારો બોધેલો મારો ધર્મ વિસારુ નહીં. (સર્વ) ૪૩૫. ક્ષમાપના વગર શયન કરું નહીં. ૪૪૫. ધર્મ કર્તવ્યમાં દ્રવ્ય આપતાં માયા ન કરું. ૪૫૪. ખોટી હા કહું નહીં. ૪૬૩. કોઈનો ઉપકાર ઓળવું નહીં. ૪૮૭. સત્કર્મમાં આડો આવું નહીં. (મુ.ગુ.). ૪૮૫. નીતિશાસ્ત્રને માન આપું. ૪૯૬. પુરુષાર્થને નિંદું નહીં. ૫૦૪. ધીરજ મૂકવી નહીં. ૫૦૭. કોઈનો ઘરસંસાર તોડવો નહીં.