________________
(૩૨૪)
જેઠ સુદ ૯ ૧૯૮૮ તા ૧૨-૬-૩૨ સ્લેટમાં શ્રીએ લખી આપેલું
આત્મા પ્રથમ જોવો.
ઉપયોગ
અષાડ વદ ૧૯૮૮ તા. ૨-૮-૩ર આત્મા ઉપયોગ સ્વરૂપ છે. ઉપયોગ સદાય નિરંતર છે. તે ઉપયોગ ઉપર ઉપયોગ રાખવો. સૂર્ય, ચંદ્ર, વાદળાં આડે ન દેખાય તો પણ છે. એમ પ્રતીતિ છે. તેમ શુદ્ધ સ્વરૂપ છે એ પ્રતીતિ ભૂલવા યોગ્ય નથી. ઉપયોગ ભૂલી જવાય છે. એ ભૂલ ભગવાન મહાવીર સ્વામીએ દીઠી ને ઠામઠામ આગમમાં ઉપદેશી છે. એ સર્વ ભૂલની બીજભૂત ભૂલ છે.
વીમો ઉતારી લો વીમો ઉતારી લે તો પછી ફિકર નહીં; તેમ પરમકૃપાળુદેવ સાચા છે; જેવા અનંત જ્ઞાની થઈ ગયા તેવા જ તેઓ પણ યથાર્થ જ્ઞાની છે ને યથાર્થ બોધ કરી ગયા છે, એમ માનીને તેમનું શરણ લે ને તેમને જ પોતાનું સર્વસ્વ માને, પોતાના સ્વામી પણ તે જ માને ને બાકી બંધામાં તેમની આજ્ઞા મુજબ આત્મદષ્ટિ આપે કે મારા કોઈ નહીં, સર્વ આત્મા છે ને સરખા છે. કોઈ પર રાગ દ્વેષ ન કરું એમ સમભાવથી વર્તે તો તે વીમો ઉતરાવ્યો કહેવાય. * વીમો ઉતાર્યો હોય તો દર માસે કે વરસે અમુક રૂપીઆ ભરવા પડે તો અહીં દરરોજ કે આખો વખત જેટલી ભક્તિ, વાંચન, વિચારણા આત્માની ઓળખાણ સગુરુ સાક્ષીએ થાય તેટલું લેખે છે. જે જેટલું વધારે કરે તેટલો વીમો તેનો મોટો. મારે હવે તેમ જ કરવું અને સદ્ગુરુ ઓળખીને માન્ય કરવા. શ્રદ્ધા એ જ એક કર્તવ્ય છે. પ્રભુશ્રીજીની જેવી શ્રદ્ધા છે તેવી શ્રદ્ધા, પ્રેમ કરવા તેનું શરણ ન ભૂલવું. તેમની આજ્ઞા આરાધવી.