________________
(૨૬૫)
આપણે જોયા છે. તેવી જ રીતે આપણે પણ અચાનક ચાલ્યા જવાનું છે, આખર વખતે પૈસો કામ આવનાર નથી. તો જે શાશ્વત, અમર અને અનંત સુખનું ધામ એવો આપણો આત્મા, તેની ઓળખાણ સત્પુરુષ પાસેથી કરી લેવાનો અવસર આવતાં, હજી લક્ષ્મીના ગુલામ બની, જગતમાં ભિખારીની પેઠે ક્યાં સુધી આપણે ભટક્યાં કરીશું ? જો લક્ષ્મીના મોહનો પડદો આપની દૃષ્ટિ ઉપર ન હોત તો આવા રૂડા આત્મા, આવી અઘટિત માગણી આવા ઉત્તમ સ્થાને કેમ કરે ?
તમને ખોટું લગાડવા નહિ પણ આ પ્રસંગનો તાદશ ખ્યાલ આવે અને એવી ભાવના જડમૂળથી નીકળી જાય તે હેતુથી એક ટૂંક દૃષ્ટાંત સાંભરી આવવાથી જણાવું છું :
એક માણસ નોકર મારફતે બધું કામ કરાવનાર હતો.તેને જગતનું, બજારનું કે દુનિયાનું કંઈ ભાન ન હતું. તેણે કોઈ નોકરને ટાંકો તૂટી ગયેલો જોડો સમો કરાવવા આપ્યો. તેણે રેખો મરાવીને સમો કરાવી આણ્યો. પછી તે પહેરીને કામ પ્રસંગે એકલો બજામાં થઈને જતો હતો ત્યારે રેખો અંદર ખૂંચવા લાગી તેથી જાણ્યું કે આ દુકાનવાળા સમો કરતા હશે, ગણીને ઝવેરીની દુકાને ચઢીને જોડો કહાડીને બતાવ્યો અને કહ્યું કે ‘‘આ ચૂંકો ખેંચી નાખીને સાંધી આપશો ?’’ ઝવેરી એને શું કહે તે આપ વિચારો,
તમે એકલા જ નહિ પણ સર્વ સંસારી જીવો આધિ, વ્યાધિ, ઉપાધિથી અને રાગદ્વેષથી બળી રહ્યા છે. તેમને ખરી રીતે સંસાર દુ:ખરુપ લાગતો નથી. તે દુઃખરુપ જણાવવા જ્ઞાનીપુરુષો વૈરાગ્યનો ઉપદેશ આપે છે અને જ્યારે સંસાર દુઃખરુપ લાગે ત્યારે તે દુ:ખરૂપ સંસારમાં ફરી કોઈ કાળે જન્મ, જરા, મરણનાં દુ:ખ ભોગવવા આવવું ન પડે તેવો ઉત્તમ ઉપાય બતાવે છે. આવું જીવનું હિત કરવાનું મૂકીને અજ્ઞાની જીવોની માગણી ધનાદિથી સંસાર સુખરૂપ લાગે અને ફરી તેમાં જ જન્મ મરણ કરવાં પડે તેવા ઉપાયની માગણી જ્ઞાની કેમ સ્વીકારે ?
દરદ નહિ ખમવાથી ઝેર ખાઈ મરી જવાની ઈચ્છા કરનારને દરદ મટાડવાનું પડી મૂકી ઝેર કયો ડૉક્ટર આપશે ? ઝેરનું નામ દઈને પણ દરદ મટે