________________
(૪)
થયેલી; તેથી શ્રીજીની અંતરની આત્મદશાની વાત તેઓ જ સમજી શકે તેવા હતા એટલે તે સંબંધી વાત તેમના ઉપરના જ પત્રોમાં તેમને જ માટે જણાવેલી છે; અને વખત જતા છેવટે શ્રીજી સંબંધી જે કંઈ મહતમ જાણવામાં આવ્યું તે તેમના અંગત અનુભવની સાક્ષીએ જ જાણવામાં આવ્યું છે. જ્ઞાનની દશાની વાત દશા આવ્યે જ સમજાય તેવું છે. છતાં તેમના ગુણગ્રામ આપણી આત્મજાગૃતિ માટે આશ્ચર્યકારી અવલંબન હોવાથી તે લક્ષ રહ્યા કરે તે માટે કેટલાક વચનામૃતોનો ઉતારો પ્રસ્તાવનામાં આપ્યો છે. જ્ઞાની અજ્ઞાનીની પરીક્ષા ક્ષયોપશમથી-બુદ્ધિથી થઈ શકે તેમ નથી. કલ્પનાથી જ્ઞાનીને અજ્ઞાની અને અજ્ઞાનીને જ્ઞાની માનવા તે મોટામાં મોટી ભૂલ છે. મહામોહનિયનું કારણ છે. શ્રી મહાવીર પછી “પ્રત્યક્ષ જ્ઞાનીનો” જોગ આજ સુધી બન્યો નથી તેથી શ્રીજી જેવા પ્રત્યક્ષ જ્ઞાનીનો જોગ આ કાળ માટે અપૂર્વ બનાવ છે અને હવે પછીના કાળમાં પ્રત્યક્ષ જ્ઞાનીનો જોગ
ક્યારે બનશે તે કલ્પના થઈ શકે તેમ નથી. તે શ્રીના જાણવામાં હતું તેથી તેઓ દુનિયાના કલ્યાણ માટે પાંચમાં આરાના અંત સુધી વીતરાગ માર્ગ મળી શકે તેવો માર્ગ મૂકી જઈ અનંત ઉપકાર કર્યો છે. આ બધું શ્રદ્ધાનો વિષય છે. મંડળની આ માન્યતા છે. આ વાદવિવાદ કે મતમતાંતરનો વિષય જ નથી. તેથી આ પુસ્તક અને તેની પ્રસ્તાવનામાં જે કાંઈ લખાણ છે તે મંડળના મુમુક્ષુઓ માટે જ છે. જે શ્રદ્ધા છે, જે લક્ષ છે, તે વધારે દૃઢ થવા માટે છે એટલું નમ્રતાથી જણાવી દઈએ છીએ.
અંતમાં એ જ પ્રાર્થના કરીએ છીએ કે પ્રત્યક્ષ સન્દુરુષ પરમકૃપાળુદેવનું યોગબળ પ્રવર્તી રહ્યું છે તેનો પરમાર્થ લાભ આપણે બધાંને મળી રહો ! વૈશાખ સુદ ૮, શનિવાર
સનાતન જૈન મંડળ સં. ૨૦૧૫ ૧. પ્રત્યક્ષ આશ્રયમાર્ગ નહિંપ્રકાશેલો તેનો ખુલાસો પત્ર પર૧-પરર. સત્પષને વિષે પ્રીતિ-ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર ઉદય આવતો નથી. અનંતાનુબંધીનું સ્વરૂપ જાણી-પ્રાસ જોગ અફળ ન જાય તે માટે પુરુષાર્થ કરવો. પત્ર પર૩-પ્રભાવના નથી કરી તે માટે ખુલાસો.
| |