________________
(ઉપર) છેવટની ભલામણ
સાંજે શ્રીએ કહેલું :- બે અક્ષર તે વધારે લાંબુ કહેવાય તેમ નથી. તમારે માટે આટલું જ કે “જ્ઞાન” તેમાં બધું આવી ગયું.
આત્મા છે - તમને ઓળખાણ નથી, પણ જ્ઞાનીએ જોયો છે, જાણ્યો છે તે માન્ય છે. તેની જ ઓળખાણ કરવાની છે. બીજું બધું માયા છે. તે પકડ કરી નાખો,-ચેતી જાઓ.
ભલામણ :- “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.” છેવટની ભલામણ:- સ્મરણ” શ્રીજીએ શ્રીને કહેલું :- “બધાનું સ્નાન સૂતક કરી નાખો.”
શ્રી :- “આટલું સાંભળી ઘણી નિરાંત થયેલી. કરવાનું આ છે. પરથી પ્રીતિ તોડવાની છે. પ્રેમ આત્મા ઉપર કરો.”
શ્રીએ જણાવેલું કે “પ.કૃ.દેવની શ્રદ્ધા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે,” એનું ઘણું ઊંડું રહસ્ય છે. તે સમજમાં રાખી અને અપૂર્વ સાધના તરીકે ગણી “સાયંકાળ વંદન” કરવાની તેમણે ઘણી જ ભલામણ કરેલી તેથી “સંતના કહેવાથી મારે પ.કૃ દેવની આજ્ઞા માન્ય છે તે પ્રતિજ્ઞા લક્ષમાં રાખી શ્રીની આજ્ઞાથી મંડળના મુમુક્ષુઓ દેવવંદન” કરે છે, પણ તે પરમાર્થ લક્ષમાં રહેને સામાન્યપણું ન થઈ જાય તે માટે વંદન કરતાં પહેલાં તથા પુરું થયા પછી કોઈક વચનામૃતો બોલવામાં આવે છે; તે જુદા જુદા પુસ્તકોમાં હોવાથી તે ખોળવા ન પડે તે માટે આ પુસ્તકમાં સાયંકાળ દેવવંદન સાથે આપવામાં આવ્યા છે....