________________
(૨૦૨)
સ્વપર વિવેચન કરણ, તેહ અપાદાનથી રે; તે. સકલ પર્યાય આધાર, સંબંધ આસ્થાનથી રે, સં. બાધક કારક ભાવ, અનાદિ નિવારવા રે, અ. સાધકતા અવલંબી, તેહ સમારવા રે. તે. શુદ્ધ પણે પર્યાય, પ્રવર્તન કાર્યમેં રે, પ્ર. કર્ણાદિક પરિણામ, તે આતમ ધર્મમેં રે; તે. ચેતન ચેતન ભાવ, કરે સમવેતમેં રે, ક. સાદિ અનંતો કાલ રહે નિજ ખેતમેં રે, ૨. પર કર્તવ્ય સ્વભાવ, કરે તાંલગી કરે રે, ક. શુદ્ધકાર્ય રુચિ ભાસ, થયે નવિ આદરે રે; થ. શુદ્ધાતમ નિજ કાર્ય, રુચિકારક ફિરે રે; રુ. તેહિજ મૂલ સ્વભાવ,ગ્રહે નિજ પદ વરે રે, ગ્ર. કારણ કારજરૂપ, અછે કારક દશારે, અ. વસ્તુ પ્રગટ પર્યાય, એહ મનમેં વશ્યારે; એ. પણ શુદ્ધ સ્વરૂપ ધ્યાન, તે ચેતનતા ઝહેરે, તે તવ નિજ સાધક ભાવ,સકલ કારક લહેરે. સ. માહરું પૂર્ણાનંદ, પ્રગટ કરવા ભણીરે, પ્ર. પુષ્ટાલંબનરૂપ, સેવ પ્રભુજી તણીરે; સે. દેવચંદ્ર જિનચંદ્ર, ભક્તિ મનમેં ધરોરે, ભ. અવ્યાબાધ અનંત, અક્ષય પદ આદરોરે, અ.
૭