________________
(૧૯૪)
પ્રીતમદાસનો કક્કો
છપયા છંદ
કક્કા કર સદ્ગુરુનો સંગ, અંતરમાં અજવાળું થાય, લિંગ વાસના હોયે
ભંગ,
હદે-કમળમાં
લાગે રંગ,
માયા મનથી દૂર પળાય, કક્કા કર સદ્ગુરુનો સંગ.
વાત,
તે શ્રીમુખે કહી સાક્ષાત્,
ખમ્મા ખરેખરી છે જ્ઞાની મુનિ જોગો જતી, ગુરુકૃપા વિણ સિદ્ધિ નથી, જન્મ મરણની મટશે ઘાત, ખખ્ખા ખરેખરી છે વાત.
ગગ્ગા ગુરુની સેવા કરો, પરિનંદા પરધન પરહરો, પ્રપંચ તે પડવાનો ઠામ, સાચે રાચે સીતારામ, એ શિખામણ ચિત્તમાં ધરો, ગગ્ગા ગુરુની સેવા કરો. ઘા ઘણું કહે શું થાય, ભવ તરવાનો એ ઉપાય, સમજીને સંશય ટાળવા, બાહ્યાવ્યંતર હરિ ભાળવા, જોતાં જીવ દશા તે જાય, ઘઘ્ધા ઘણું કહે શું થાય. નન્ના નિર્મળ તેની દશા, જેને હરિ હ્રદયમાં વસ્યા, પોતાના અવગુણને હણે, પરના તો હૃદયે નવ ગણે, કોના દોષ ન દેખે કશા, નન્ના નિર્મળ તેની દશા.
ચચ્ચા ચિત્તમાં ચેતી લે, માથે મરણ તણો છે ભે; કાયા ઉપર તાકે કાળ, મહા પારધીએ માંડી જાળ; તેમાં હરિ રાખે તો રહે, ચચ્ચા ચિત્તમાં ચેતી લે. છચ્છા છે માયા ગુણમયી, બળવંતી પણ દીસે નહીં; દાનવ, માનવ ને દેવતા, આધીન થઈ સૌએ સેવતા; હરિજન આગે હારી રહી, છચ્છા છે માયા ગુણમયી.
૧
ર
૩
*
ૐ
の