________________
(૧૯૨)
કુળયોગી ને પ્રવૃત્તચક્રને, શ્રવણ શુદ્ધિ પક્ષપાતજી, યોગદષ્ટિ ગ્રંથે હિત હોવે, તેણે કહી એ વાતજી; શુદ્ધ ભાવને સૂની કિરિયા, બેહુમાં અંતર કેતોજી, જલહલતો સૂરજ ને ખજૂઓ; તાસ તેજમાં તેતોજી.
ગુહ્ય ભાવ એ તેહને કહિએ, જેસું અંતર ભાંજેજી, જેહસું ચિત્ત પટંતર હોવે, તેહસું ગુહ્ય ન છાજેજી, યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો, કરશે મોટી વાતોજી, ખમશે તે પંડિત પરિષદમાં, મુષ્ટિપ્રહાર ને લાતોજી.
સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદી સૂત્રે દિસેજી, તે જાણી એ ગ્રંથ યોગ્યને, દેજો સુગુણ જગીશેજી; લોક પૂરજો નિજ નિજ ઈચ્છા, યોગ ભાવ ગુણ રયણેજી, શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાચક, યશને વયણેજી. દૃષ્ટિ સમાસ