________________
(૧૮૪)
ઢાળ ત્રીજી
ત્રીજી બલા દષ્ટિ-વિચાર
ત્રીજી દષ્ટિ બલા કહીજી, કાષ્ટ અગ્નિ સમ બોધ; ક્ષેપ નહીં આસન સધેજ, શ્રવણ સમીહા શોધ રે.
જિનજી, ધનધન તુજ ઉપદેશ.
૧
તરુણ સુખી સ્ત્રી પરિવર્યો, જેમ ચાહે સુરગીત; સાંભળવા તેમ તત્ત્વનેજી, એ દષ્ટિ સુવિનીત રે. જિ.
૨
સરી એ બોધ પ્રવાહનીજી, એ વિણ શ્રુત થલ કૂપ; શ્રવણ સમીહા તે કિસીજી, શયિત સુણે જેમ ભૂપ રે. જિ. ૩
મન રીઝે તન ઉલસેજી, રીઝે બુઝે એક તાન; તે ઈચ્છા વિણ ગુણ કથાજી, બહેરા આગલ ગાન રે. જિ. ૪
વિઘન ઈહાં પ્રાયે નહીંછ, ધર્મ હેતુમાં કોય; અનાચાર પરિહારથીજી, સુયશ મહોદય હોય રે. જિ.
૫