________________
. (૧૪૫) વૃદ્ધિ પામતી શુદ્ધ શ્રદ્ધા વડે, નિર્મળ બુદ્ધિ વડે, ધીરજ-શાંત ચિત્ત વડે, ધારણા એટલે જિનેશ્વરના ગુણોને હૃદયમાં ધારણ કરવા વડે તથા તેમના ગુણોનો વારંવાર વિચાર કરવા વડે, વંદનની ભાવના વડે, પૂજનની ભાવના વડે, સત્કારની ભાવના વડે, સન્માનની ભાવના વડે, બોધિ લાભની ભાવના વડે, ઉપસર્ગ રહિત મોક્ષની ભાવના વડે, હું કાયોત્સર્ગમાં સ્થિર થાઊં છું.
કલ્યાણ કંદ થઈ” કલ્યાણના કારણરૂપ પ્રથમ તીર્થકર શ્રી ષભદેવને, શ્રી શાંતિનાથને, મુનિઓમાં શ્રેષ્ઠ એવા શ્રી નેમીનાથને, પ્રકાશ સ્વરૂપ તથા સર્વ ગુણોના સ્થાનરૂપ શ્રી પાર્શ્વનાથને તથા પરમ પૂજ્ય શ્રી મહાવીર સ્વામીને અનન્ય ભક્તિથી હું વંદન કરું છું.
સંસારદાવાનલ” થઈ શ્રી મહાવીર સ્વામીને હું નમસ્કાર કરું છું.
જળ જે પ્રકારે દાવાનલ અગ્નિને શાંત કરે છે તે જ પ્રકારે તેઓ સંતાપરૂપ અગ્નિને શાંત કરે છે.
પવન જે રીતે ધૂળને ઉડાડી દે છે તે જ રીતે તેઓ અજ્ઞાનને દૂર કરી
દે છે.
તીક્ષ્ણ હળ જેવી રીતે પૃથ્વીને ખોદી કાઢે છે તેવી જ રીતે તેઓ માયાને ઉખેડીને ફેંકી દે છે.
અને જે રીતે મેરુ પર્વત ચલાયમાન થતો નથી તે રીતે અત્યંત વૈર્યને લીધે ચલાયમાન થતા નથી - તે શ્રી મહાવીર સ્વામીને હું નમસ્કાર કરું છું.